Gujarat

અમદાવાદના ચાંદખેડામાં બાળકને ૧૦માં માળેથી નીચે ફેંકી કરાઇ હત્યા

અમદાવાદ
અમદાવાદ શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં હૃદય કંપાવતી ઘટના સામે આવી છે. ચાંદખેડા વિસ્તારમાં નવજાત બાળકની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. બાળકને ૧૦માં માળેથી નીચે ફેંકી હત્યા કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. ચાંદખેડાની સ્કાય વોક એપાર્ટમેન્ટનો આ બનાવ છે. પોલીસ કંટ્રોલમાં મેસેજ મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ધટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. કોણે કરી નવજાત બાળકની હત્યા?… નવજાત બાળકની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સાથે જ નવજાત બાળકની હત્યા કોણે કરી? તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. કહી શકાય કે, આ સોસાયટીના શંકાસ્પદ લોકોનું ડીએનએ કરાવવામાં આવી શકે છે. જેથી ખ્યાલ આવી શકે કે આ બાળક કોનું છે. નોંધનીય છે કે, આ સમગ્ર ઘટના અંગે પોલીસ કંટ્રોલમાં મેસેજ મળ્યો હતો. જે બાદ પોલીસ દોડતી થઇ છે અને બાળક કોનું હતું અને હત્યારા સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે. સાથે જ તાજેતરમાં કોની-કોની ડિલિવરી થઇ છે, તેની વિગત પણ મેળવવામાં આવી રહી છે. નોંધનીય છે કે, લગભગ ચારેક મહિના પહેલા સુરતમાં આવી જ કાળજું કંપાવતી ઘટના સામે આવી હતી. જેમાં કોઈએ પાપ છુપાવવા માટે બાળકને ત્યજી દેવાની વાત સામે આવી હતી. તે જગ્યાએથી બાળક મળી આવ્યું હતું ત્યાંના સીસીટીવી ચેક કરતા આ બાળકને મકાનના ઉપરના ભાગેથી ફેંકી દેવામાં આવ્યું હોવાનું દેખાઈ આવ્યું હતું. જાેકે, પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. હવે સુરત બાદ અમદાવાદમાં આવી જ ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *