Gujarat

અમદાવાદમાં કારખાના માલિકે કારીગરને રૂમમાં ગોંધી રાખી લાકડીના ફટકા માર્યા, આખરે કારીગરનું થઇ ગયું મોત

અમદાવાદ
ઠક્કર નગરમાં હીરાના કારીગરની હત્યા કરાઈ છે. કારખાનામાંથી હીરાનો કારીગર પાંચ હીરા લઈને ચા પીવા નીકળી જતા કારખાના માલિક અને મેનેજર એ માર મારીને હત્યા કરી નાંખી છે. કૃષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. કેવી રીતે હીરો મેળવવા કરાઈ હત્યા જાેઈએ.. ઠક્કર નગરમાં હીરા ઘસવાના કારીગરને બંધક બનાવીને હત્યાની ઘટનાએ ચકચાર મચાવી હતી. ઠક્કર નગર વિહાણ કોમ્પ્લેક્સમાં હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતા હરેશભાઈ ભાલીયા નામના ૪૫ વર્ષના આધેડની હીરાના કારખાનાના માલિક ધર્મેશ મોરડીયા અને મેનેજર મુકેશ વઘાસિયા તેમજ વિજય ગજ્જર નામના વ્યક્તિએ બંધક બનાવીને લાકડીઓથી માર મારી હત્યા કરી છે. આ આરોપીઓ હીરાના પાંચ નંગ નહિ મળતા હરેશભાઈ પર શકા રાખીને તેમને માર માર્યો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હરેશ ભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પરિવારનું ગુજરાન ચલાવનાર મોભીની હત્યા થતા પરિવારમાં આક્રોશ વધ્યો છે. અને ગુનેગારોને સજા મળે તેવી માંગ કરી છે. મૂળ અમરેલી અને હાલ નિકોલના ચાણક્ય પાર્ક સોસાયટીમાં રહેતા હરેશભાઈ ભાલીયા છેલ્લા ૧૫ વર્ષથી હીરા ઘસવાના કારીગર છે. અમદાવાદના જુદા જુદા કારખાનામાં હીરાના મથાળાના કારીગર તરીકે હીરા ઘસીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મૃતક છેલ્લા ૨૦ દિવસ પહેલા જ ઠક્કરનગરમાં ધર્મેશભાઈ મોરડીયાના હીરાના કારખાનામાં જાેડાયા હતા. હરેશભાઈ પાંચ જેટલા હીરાના નંગ ધર્મેશભાઈને જમા કરાયા વગર ચા પીવા જતા રહ્યા હતા. આરોપીઓએ હરેશભાઈને પકડીને રૂમમાં બંધક બનાવી હીરાના નંગની ઉઘરાણી શરૂ કરી પરંતુ હરેશભાઈ કઈ જણાવે તે પહેલા જ આરોપીઓ દ્વારા તેઓને રૂમમાં ગોંધી રાખીને લાકડીઓથી ફટકા મારતા આધેડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મોત નીપજયું હતું. ઘટનાને લઈને કૃષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી કારખાના મલિક સહિત ૩ ની ધરપકડ કરી છે. ૫ હીરાના નંગ નહિ મળતા કારખાના માલિકે કારીગરની જ હત્યા કરી દેતા કારીગરોમાં પણ રોષ વધ્યો છે. ખરેખર આ હત્યા પાછળ હીરાનો નંગ જવાબદાર છે કે કોઈ અન્ય કારણ છે જેને લઈને પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *