Gujarat

અમદાવાદમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનાર ૧૮ બાંગ્લાદેશીઓની ર્જીંય્ની ટીમે ધરપકડ કરી

અમદાવાદ
અમદાવાદમાં ગેરકાયદે બાંગ્લાદેશી લોકોની ઘૂસણખોરીનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનાર ૧૮ બાંગ્લાદેશી શખ્સોને ર્જીંય્ની ટીમે ઝડપી પાડ્યાં છે.બાતમીને આધારે ર્જીંય્ની ટીમે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન ૧૮ શખ્સો પાસે પોલીસે આધાર પુરાવા માગ્યા હતા. જેમાં કેટલાક લોકોના વિઝા પૂરા થયા હોવા છતા પણ ગેરકાયદે રહી રહ્યા હતા. આ અગાઉ અમદાવાદના નારોલમાંથી ૩ શંકાસ્પદ યુવકોની અટકાયત કરી હતી. આ ત્રણેય યુવકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું હતુ. આ ત્રણેય શકમંદોના પાકિસ્તાન સાથે કનેક્શનની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે તેમની પુછપરછમાં મોટો ખુલાસો થયો હતો.પૂછપરછમાં અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ થયો હતો. છ્‌જીએ સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી હતી. ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હોવાનો ખુલાસો થયો હતો. પાકિસ્તાન અને બાંગ્લાદેશના શખ્સો સાથે મળીને આ ષડયંત્ર રચવામાં આવતુ હોવાનું ખુલ્યુ હતુ. વિદેશથી ભંડોળ મેળવીને આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *