Gujarat

અમદાવાદમાં જાહેર રસ્તાઓ પર યુવકો દ્વારા ફટાકડા ફોડતા લોકોમાં ડર

અમદાવાદ
દિવાળીના દિવસે અસામાજિક તત્વોએ સિંધુ ભવન રોડ પર ૨ કલાક સુધી આડેધડ ફટાકડા ફોડી સિંધુ ભવન બાનમાં લીધું હતું.સિંધુ ભવન પર લોકોમાં દહેશત ફેલાવી હતી, તેવી જ દહેશત અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા રખિયાલમાં ગઈકાલે ફેલાઈ હતી.રખિયાલમાં ગઈકાલે રાતના ૧૦ વાગ્યા બાદ જાહેર રોડ પર પ્રસંગ દરમિયાન ૧૦થી વધુ લોકો ફટાકડા ફોડી રહ્યા હતા. ફટાકડા ફોડીને યુવકોએ રસ્તો બાનમાં લઈને એક તરફનો રસ્તો પણ બંધ કરી દીધો હતો.અમદાવાદમાં અસામાજિક તત્વોને પોલીસને ડર રહ્યો ના હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે રાતના સમયે એક પ્રસંગમાં કેટલાક યુવકોએ રખિયાલમાં જાહેર રોડ પર ફટાકડા ફોડ્યા હતા. રખિયાલ પોલીસ સ્ટેશન નજીક જ એક તરફનો રોડ બંધ કરીને હાથમાં પણ ફટાકડા ફોડ્યા હતા. લોકોના જીવ જાેખમમાં મુકાય તે રીતે ફટાકડા ફોડતા હતા.અગાઉ સિંધુ ભવન રોડ પર જે રીતે અસામાજીક તત્વોએ રસ્તો બાનમાં લીધો હતો, તે જ રીતે રખિયાલ પણ બાનમાં લીધું હતું. જાેકે, પોલીસને જાણ થતાં હવે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સિંઘુભવન રોડને બાનમાં લેનારને પોલીસે સબક શીખવ્યો હતો. રખિયાલ ચાર રસ્તા નજીક આવેલી મહાગુજરાત બેકરી પાસે પ્રસંગ દરમિયાન આ યુવકો એક તરફનો રોડ તથા બીઆરટીએસનો રુટ પણ બંધ કરીને ફટાકડા ફોડી રહ્યા હતા. કેટલાક યુવકો તો હાથમાં ફટાકડા લઈને લોકોના જીવ જાેખમમાં મુકાય તે રીતે ફટાકડા ફોડી રહ્યા હતા.એક બાદ એક અનેક લોકો ફટાકડા ફોડી રહ્યા હતા,લગભગ ૩૦થી ૪૦ મિનિટ સુધી સતત રોડ બંધ કરીને ફટાકડા ફોડ્યા હતા. રોડ રસ્તા પર ફટાકડા ફોડતા આવતા જતા લોકોમાં ડર ફેલાયલો હતો. કેટલાક લોકોએ દૂરથી જાેઈને જ રસ્તો બદલી દીધો હતો. આતશબાજીના ફટાકડા જે આકાશમાં જઈને ફૂટે તેમાંથી કેટલાક ફટાકડા નીચે ફોડવામાં આવ્યા હતા, જેનાથી રસ્તે જતા વાહન ચાલકો પાસે પણ ફટાકડા ફૂટ્યા હતા. જેના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. હાથમાં ફટાકડા ફોડતા લોકોથી પણ વાહન ચાલકો ડરી ડરીને નીકળી જતા હતા. જાેકે આ પોલીસ સ્ટેશનથી માત્ર ૧૫૦ મીટરના અંતરે જ ફટાકડા ફૂટતા હોવા છતાં કોઈ કાર્યવહી ના કરતા સવાલ થઈ રહ્યા છે.

File-01-Photo-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *