Gujarat

અમદાવાદમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના તેજસ્વી તારલાનો સન્માન કાર્યક્રમ ન રાખતા વિવાદ

અમદાવાદ
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ કોર્પોરેશને સન્માનનો કાર્યક્રમ ન રાખતા વિવાદ થયો છે.અમદાવાદ કોર્પોરેશને પંડિત દિન દયાળ હોલ કે ટાગોર હોલમાં કોઈ આયોજન નહીં કરતા વિદ્યાર્થીઓ નિરાશ થઈને ઘરે પરત ફર્યા હતા.દર વર્ષે ધોરણ ૧૨ના તેજસ્વી તારલાઓના સન્માન માટે કાર્યક્રમ રાખવામાં આવે છે.પરંતુ આ વખતે આયોજન ન કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો નિરાશ થયા હતા.ધો.૧૦ના વિદ્યાર્થીઓ માટે પંડિત દિનદયાળ હોલમાં કાર્યક્રમ યોજાયો હતો.તેજસ્વી તારલાઓના સન્માન અંગે મેયરે આપ્યો ગોળગોળ જવાબ આપ્યો હતો. અમે કોઈ વિદ્યાર્થીઓને બોલાવ્યા નથી એ કેવી રીતે આવ્યા છે.સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું સન્માન કયારેય કરતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *