Gujarat

અમદાવાદમાં બિલ્ડર અને વેપારીઓ દારૂ પીતા રંગે હાથ પકડાયા

અમદાવાદ
અમદાવાદના આનંદ નગર પોલીસે રવિવારે રાતે દારૂની મહેફિલ પર રેડ પાડી છે. જેમાં અનેક બિલ્ડર અને વેપારીઓ દારૂ પીતા રંગે હાથ પકડાયા છે. અમદાવાદમાં વિનસ ગ્રુપ બિલ્ડરની દારૂની પાર્ટી ઝડપાઈ છે. વિનસ ગ્રુપ બિલ્ડરના પુત્રની બર્થ ડે પાર્ટી હતી, જેમાં દારૂ પીતા પકડાયા છે. ગત મોડી રાત્રે આનંદનગર પોલીસને બાતમી મળી હતી જેમાં પ્રહલાદ નગર ગાર્ડન નજીક આવેલ રાજદીપ વિલા બંગલો નંબર ૧ માં બર્થડે ની પાર્ટી ચાલી રહી છે અને જેમાં ઇંગલિશ દારૂ સેવન પણ સેવન કરવામાં આવી રહ્યું છે. આ માહિતીના આધારે ગત મોડી રાત્રે રેડ પાડવામા આવી હતી. જેમાં આઠ લોકોને દારૂના નશામાં ઝડપી પાડયા હતા. પકડાયેલ આરોપીઓની જાે વાત કરવામાં આવે તો તમામ અમદાવાદ શહેરના નામચીન બિલ્ડર અને ઉદ્યોગપતિઓ હતા. ઉલ્લેખનીય છે કે, વિનસ ગ્રુપ બિલ્ડરના માલિકે પોતાના પુત્રની બર્થડે પાર્ટીનું આયોજન કર્યુ હતું, જેમાં અનેક મોટા લોકોને આમંત્રિત કર્યા હતા. આ બર્થડે પાર્ટીમાં દારૂ પીરસાયો હતો. પ્રહલાદ નગર ગાર્ડન નજીક આવેલા રાજદીપ વિલા બંગલો ૧ માં પાર્ટીનું આયોજન કરાયુ હતું. બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. જેમાં પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો. આનંદ નગર પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. દારૂનો નશો કરેલી હાલતમાં ૮ આરોપીઓ ઝડપાયા છે. વિનસ ગ્રુપ બિલ્ડરના નશાબાજ નબીરાની દારૂની મહેફિલ ઝડપાઈ છે. વિનસ ગ્રુપના નબીરાએ બર્થ ડે પાર્ટીના નામે દારૂની મહેફિલ યોજી હતી. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા સંઘ પ્રદેશ દમણને અડીને આવેલા વલસાડમાં ફરી એકવાર વિદેશી દારૂની મહેફીલ ઝડપાઈ હતી. જેમાં મોંઘા વિદેશી દારૂ સાથે ભાજપના અગ્રણીઓ અને નબીરાઓ ઝડપાયા હતા. આ મહેફિલમાં વલસાડ નગર પાલિકાના માજી પાલિકા સભ્યના પતિ તેમજ ભાજપના હોદ્દેદારો અને નબીરાઓને જન્મદિવસની ઉજવણી કરવી ભારે પડી હતી.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *