Gujarat

અમદાવાદમાં યુવકે રૂપિયા આપવાનો ઇન્કાર કરતા ત્રણેય શખ્સોએ યુવકના માથામાં ધારીયુ મારી દીધુ

અમદાવાદ
અમદાવાદ શહેરના નવાવાડજ વિસ્તારમાં રૂપિયા વાપરવા માંગવા મામલે ત્રણ શખ્સોએ યુવક પર ધારીયા વડે હુમલો કરતા ચકચાર મચી ગઇ છે. યુવકે રૂપિયા આપવાનો ઇન્કાર કરતા ત્રણેય શખ્સોએ હુમલો કરી દીધો હતો અને યુવકના માથામાં ધારીયુ મારી દીધુ હતું. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને માથામાં ૨૨ ટાકા આવ્યા છે. નવાવાડજ વિસ્તારમાં આવેલા વણઝારાવાસમાં રહેતા મહેન્દ્ર બાકોલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં રવિ મારવાડી, વિજય ઉર્ફે બખાળો પરમાર, પંકજ વાઘેલા એટ્રોસિટી એક્ટ તેમજ હત્યાની કોશિષની ફરિયાદ કરી છે. સોમવારની રાતે મહેન્દ્ર નવાવાડજ બીઆરટીએસ બસ સ્ટેન્ડ સામે ઉભો હતો ત્યારે રવિ મારવાડી, વિજય પરમાર અને પકંજ વાઘેલા આવ્યા હતા. ત્રણેય શખ્સોએ મહેન્દ્ર પાસે વાપરવાના રૂપિયા માંગ્યા હતા. જેથી તેણે રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. રૂપિયા આપવાની ના પાડતા ત્રણેય શખ્સોએ મહેન્દ્રને ગાળો આપવાની શરૂ કરી દીધી હતી. મહેન્દ્રએ ગાળો બોલવાની ના પાડતા રવિ ઉશ્કેરાયો હતો અને જાતીવાચક શબ્દો બોલીને જતા રહ્યા હતા. થોડાક સમય પછી રવિ ધારીયુ લઇને આવ્યો હતો. જ્યારે વિજય લાકડાનો દંડો લઇને આવ્યો હતો. રવિએ મહેન્દ્રના માથામાં ધારીયુ મારી દીધુ હતું. જ્યારે વિજયે લાકડીના ફટકા માર્યા હતા. ઇજાગ્રસ્ત મહેન્દ્ર જમીન પર ઢળી પડ્યો હતો. જ્યારે રવિ, વિજય અને પંકજ નાસી છૂટ્યા હતા. રવિએ મહેન્દ્રને ધમકી આપી હતી કે, હવે જાે તું આ વિસ્તારમાં દેખાઇશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાંખીશુ. ઇજાગ્રસ્ત મહેન્દ્રને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે વાડજ પોલીસે આ મામલે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે. જે જગ્યા પર બનાવ બન્યો ત્યાં આજુ બાજુમાં સીસીટીવી કેમેરા પણ છે જેને લઈ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ તેજ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *