Gujarat

અમદાવાદમાં યુવકે વિકલાંગ મહિલાને પ્રેમ જાળમાં ફસાવી, ફોટો-વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા

અમદાવાદ
અમદાવાદમાં રહેતા એક યુવકે તેનાથી બે ગણી મોટી ઉંમરની વિકલાંગ મહિલાને પ્રેમ જાળમાં ફસાવી પૈસા, લેપટોપ અને મોબાઈલ જેવી ચીજ-વસ્તુઓ પડાવી લીધી હતી. મહિલા સાથે અવાર-નવાર શારીરિક સંબંધો બાંધી અને તેના ફોટો-વીડિયો ઉતારી લીધા હતા. ફોટો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી અને બ્લેકમેલ કરતો હતો. યુવકે ગીતામંદિર પાસે આવેલા ગેસ્ટહાઉસમાં બોલાવતા મહિલાએ અભ્યમ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. જેથી અભ્યમની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને યુવકને પકડી તેની પાસે માફી મંગાવી હતી. આ સાથે માફી પત્ર લખાવી તમામ ચીજ વસ્તુઓ પાછી આપી દેવા બાહેધરી આપી હતી. આમ મહિલા હેલ્પલાઇન ટીમને એક વિકલાંગ મહિલાને યુવકના પ્રેમ જાળમાંથી મુક્ત કરાવી હતી. આ અંગેની મળતી માહિતી મુજબ મહિલા હેલ્પ લાઈન અભ્યમ ૧૮૧માં એક મહિલાનો ફોન આવ્યો હતો કે, તેમનો બોયફ્રેન્ડએ તેમને પ્રેમ જાળમાં ફસાવી પૈસા સહિત વસ્તુઓ પડાવી લીધી છે અને બ્લેકમેલ કરે છે. મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી, ત્યારે જાણવા મળ્યું હતું કે, મહિલા વિકલાંગ છે અને તેમની ઉંમર ૪૪ વર્ષ છે. આ અંગે પુછપરછ કરતા મહિલાએ જણાવ્યું હતું કે, વડોદરા ખાતે એક વિકલાંગના પ્રોગ્રામમાં તેમને ૨૩ વર્ષીય યુવક મળ્યો હતો. પોતે વિકલાંગ વહીલચેર ક્રિકેટનો પ્રેસિડેન્ટ અને એક સારી સંસ્થામાં કામ કરતો હોવાની ઓળખાણ આપી અને તેમની સાથે મિત્રતા કરી હતી. મિત્રતા કર્યા બાદ તેઓએ તેમની પાસેથી રૂપિયા ૫૦,૦૦૦ લેપટોપ મોબાઈલ સહિતની ચીજ વસ્તુઓ લીધી હતી. બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. પૈસા મોબાઈલ અને લેપટોપ વગેરે લઈ અને તેને પરત આપવાની વાત કરતા નહોતા જેથી તેઓને શંકા ગઈ કે આ વ્યક્તિ માત્ર પૈસા માટે તેમની સાથે રહ્યો છે. પૈસાનો લાલચી હોવાની જાણ થતા તેમણે સંબંધો પૂર્ણ કરવા કહ્યું હતું. જેથી યુવકે મહિલાને ધમકી આપી હતી કે, તેમની સાથે બાંધેલા શારીરિક સંબંધોના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં મૂકી તેમને સમાજમાં અને કુટુંબમાં બદનામ કરી દેશે. અમદાવાદના ગીતામંદિર ખાતે આવેલા એક ગેસ્ટ હાઉસ પાસે યુવકને મહિલાએ બોલાવ્યો હતો. જે બાદ મહિલાએ હેલ્પલાઇન નંબર ૧૮૧ને ફોન કરી અને જાણ કરતા મહિલા હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી હતી. યુવકને ત્યાં ઝડપી લઇ અને આ બાબતે પૂછતા તેણે સમગ્ર હકીકત જણાવી હતી. મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા તેઓને સમજણ આપી અને યુવક પાસે માફી પત્ર લખાવ્યું હતું કે, આજદિન પછી તેઓ ક્યારે મહિલાને ફોન મેસેજ નહીં કરે અને તેમની પાસેથી લીધેલા પૈસા અને ચીજ વસ્તુઓ પરત આપી દેશે. તેમની પાસે ફોનમાં રહેલા ફોટો અને વીડિયો પણ ડીલીટ કરાવ્યા હતા. આ રીતે વિકલાંગ મહિલાને લાલચી યુવકની ચુન્ગાલમાંથી મુક્ત કરાવી હતી.

Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *