અમદાવાદ
અમદાવાદમાં રથયાત્રાને લઇને સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેમાં સમગ્ર રુટ પર ડ્રોન અને સીસીટીવીથી સતત નજર રાખવામાં આવશે.અમદાવાદમાં નીકળનાર રથયાત્રા ગુજરાત પોલીસનો સૌથી મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રા અંગે સેક્ટર -૦૧ના પોલીસ કમિશ્નર નીરજ બડગુજરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે સુરક્ષાને લઇ અત્યારથી જ તૈયારીઓ ચાલી રહી છે. જેમાં કોમ્યુનિટી પોલીસિંગ, અસામાજિક તત્વો અંગે કામગીરી કરાઈ છે. આ અંગે પોલીસે હાથ ધરેલી કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ૧ મેથી અત્યાર સુઘી પેરોલ ફર્લો ના ૨૩૯૨ આરોપીઓને તપાસવામાં આવ્યા છે. તેમજ વાહન ચેકિંગમાં ૯૦૭૮ વાહનો ચેકીંગ કરાયા છે. જ્યારે નાકાબંધીમાં ૩ હજારથી વધુ વાહનો ચેક કરાયા છે. તેમજ શહેરમાં નવા રહેવા આવતા ૧૧ હજાર ઘરોની તપાસ કરાઈ છે.પોલીસ દ્વારા સુરક્ષા તપાસમાં તડીપાર ૨૦૪ ઈસમોની ચકાસણી કરાઈ છે અને ૧૧૭ લોકો સામે ગુનો નોંધી ફરીવાર તડીપાર કરાયા છે. જ્યારે હથિયાર લઇ ફરતા ૭૩૪ લોકોને પકડવામાં આવ્યા છે. આર્મ્સ એક્ટ હેઠળ ૧૬ કેસ દાખલ કરવામાં આવ્યા છે. ૯૦ વોન્ટેડ આરોપીઓને પકડવામાં આવ્યા છે. બુટલગરો સામે ૩૦૦ થી વધુ કેસો કરવામાં આવ્યા છે. ૯ પાસા અને ૧૪ તડીપારના કેસો કરવામાં આવ્યા છે.જ્યારે સુરક્ષા બંદોબસ્તના ભાગરૂપે એક મહિનામાં ૩૪૩ મિટિંગો પોલીસ, મંડળીઓ અને મંદિર પ્રસાશન સાથે કરવામાં આવી છે. તેમજ સઘન સુરક્ષા માટે ૧૫૨૩ સીસીટીવી રથયાત્રા રૂટ પર લગાવવામાં આવ્યા છે. જ્યારે ૪૭૧ સીમકાર્ડ સેલરની તપાસ કરવામાં આવી અને ૩ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. હોટેલ અને ધર્મશાળા મળી રહેવા લાયક ૧૯૨૭ જગ્યાઓ તપાસવામાં આવી છે.જ્યારે રથયાત્રા પૂર્વે જ ૬૨૯ રૂટ પર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. ૧૧૧ શાંતિ સમિતિની બેઠકો, ૧૯૦ મહોલ્લા બેઠકો અને ૧૮ લોક દરબાર કરાયા છે. કમ્યુનિટી પોલીસિંગ હેઠળ લોકો અફવાઓ પર ધ્યાન ના આપે એ ધ્યાન અપાઈ રહ્યું છે. જ્યારે આ વખતે સમગ્ર રથયાત્રા પર ડ્રોનથી સતત નજર રહેશે. તેમજ રૂટ પરના તમામ સીસીટીવી લાઈવ જાેઈ શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે.