અમદાવાદ
અમદાવાદના વધુ એક બ્રિજમાં કૌભાંડ સામે આવ્યુ છે. હાઇકોર્ટની સામે જ બનેલા બ્રિજમાં કરાઈ ગેરરિતી થઇ હોવાનું ખુલ્યુ છે. ઇ શ્ મ્ ના અધિકારીઓ સાથે મિલી ભગતથી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યુ છે. બ્રિજની ડિઝાઇનમાં ધડમૂળથી ફેરફાર કરાયા છે. ટેન્ડર મંજૂર થયા બાદ કોઈપણ ડિઝાઇનમાં ફેરફાર કરી શકાય નહી તેનો નિયમ છે. જાે કે અહીં તદ્દન ઉલટી ગંગા વહેતી જાેવા મળી રહી છે. ઓછા મટિરીયલમાં બ્રિજ તૈયાર કરવા સિંગલ પીલર ડિઝાઇનના બદલે ડબલ પીલર ડિઝાઇનનું કામ કરાયુ છે. સોલા ભાગવતથી થલતેજ ચાર રસ્તા સુધી આંતરરાષ્ટ્રીય કક્ષાનો ૬ લેન એલીવેટેડ કોરીડોર સિંગલ પિલર ઉપર બનાવવાનો હતો, ઉપરાંત જરૂરી સર્વિસ રોડ, મુખ્ય લેન, લેન્ડ સ્ક્રેપિંગ, બગીચા, સર્કલ વગેરે વગેરે કામોનો સમાવેશ થયેલ હતો, જેની ટેન્ડરમાં કિંમત ૨૪૯.૧૬ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવેલા હતા.


