અમદાવાદ
અમદાવાદમાં ગાંજાે અને ડ્રગ્સ ઘૂસાડવાના મોટા સ્કેન્ડલનો પર્દાફાશ થયો છે, શહેરમાં ગાંજા બાદ ડ્રગ્સનો મોટો જથ્થો પોલીસના હાથે લાગ્યો છે. આ પહેલા ટ્રેનમાંથી ગાંજાે અને હવે ર્જીંય્ની ટીમે એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ, અમદાવાદમાં ફરી એકવાર મોટા સ્કેન્ડલનો પર્દાફાશ થઇ શકે છે, આજે અમદાવાદમાં ર્જીંય્ની ટીમે ડ્રગ્સના દોઢ લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો છે. અમદાવાદ ર્જીંય્એ વેજલપુર વિસ્તારમાંથી સ્ડ્ઢ ડ્રગ્સ જપ્ત કર્યું છે. ૧ લાખ ૨૨ હજારના કિંમતનું આ ૧૨ ગ્રામ સ્ડ્ઢ ડ્રગ્સ પોલીસે ઝડપી પાડ્યું છે, આ ડ્રગ્સની સાથે જ અનશ શેખ નામના ડ્રગ્સ પેડલરને પણ ઝડપી પાડ્યો છે, અનશ શેખ એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ કરવા વેજલપુરમાં ફરતો હતો, આ દરમિયાન પોલીસની કાર્યવાહીમાં ઝડપાઇ ગયો હતો.