Gujarat

 અમદાવાદ એરપોર્ટના રન-વે પર કૂતરું ઘૂસી ગયું, પકડવા 4 જીપ કામે લાગી

અમદાવાદની ગલીઓમાં તો તમે રખડતા ઢોર અને કૂતરાઓનો આતંક સાંભળ્યો હશે પરંતુ હવે અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ રખડતા કૂતરા દેખાયા છે. એક શ્વાન એરપોર્ટના રનવે પર આટા મારતુ હતું, તેને ઓથોરિટીએ જોઈ લેતા તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યો હતો. આ શ્વાનને રન-વે પરથી હટાવવા માટે ઓથોરિટીની ચાર ટીમે કાર્યવાહી કરી હતી,ભારે જહેમત બાદ કૂતરાને રન-વે પર જતો અટકાવી લેવામાં આવ્યો હતો. આ ઘટનાથી એરપોર્ટ ઓથોરિટીની કામગીરી પર સવાલો ઉભા થયા છે.પહેલી વાર નથી બન્યો આવો કિસ્સો
અમદાવાદ એરપોર્ટ ગુજરાતનું એક મહત્વનું ઈન્ટરનેશનલ એરપોર્ટ છે. અહીં મોટાભાગની ઈન્ટરનેશનલ ફ્લાઈટ લેન્ડ થતી હોય છે, પણ આવી ગંભીર બેદરકારીના કારણે ઘણી વખત પક્ષીઓ, વાંદરાઓ અને કૂતરાઓ પણ રન-વે પર આવી જતા હોય છે. ભૂતકાળમાં તો એક વાંદરાના કારણે ફ્લાઈટના શેડ્યુલમાં ચેન્જીસ કરવા પડ્યાં હતાં. ત્યારે ફરી વીડિયો વાઈરલ થતા લોકોમાં એરપોર્ટ ઓથોરિટી પ્રત્યે રોષની લાગણી ફેલાઈ છે. બીજી તરફ એરપોર્ટ ઓથોરિટીની બેદરકારીના કારણે સાત નાગરિકો ફ્લાઈટ ચૂકી ગયા હોવાની પણ માહિતી મળી હતી. તેઓ અમદાવાદથી મુંબઈ થઈ અમેરિકા જઇ રહ્યા હતા, આ દરમિયાન એરપોર્ટ સ્ટાફે બેદરકારી અને ગેરમાર્ગે દોરતા તેઓ કોઈ બીજા જ ટર્મિનલ પર પહોંચી ગયા હતા અને ફ્લાઈટ ચૂકી ગયા હતા
ઉમંગરાવલ અમદાવાદ

ahmedabad-airport-dog.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *