અમદાવાદ
આજે સ્પોર્ટ્સ સાથે જાેડાયેલા યુવાનો માટે હાર્ટ એટેકની સમસ્યા જીવલેણ બની રહી છે. છેલ્લા એક મહિનાથી ગુજરાતનાં વિવિધ શહેરોમાં યુવાઓનાં ચિંતાજનક રીતે આકસ્મિક મોત નીપજી રહ્યાં છે. તેમાં પણ ક્રિકેટ કે ફૂટબોલ રમતા જાેતજાેતામાં યુવાઓ ઢળી પડે છે અને મોતને ભેટે છે. આ ઘટનાઓ ચિંતામાં વધારો કરી રહી છે તેવામાં અમદાવાદ પાસે ભાડજના શાંતિનિકેતનમાં આવેલા ક્રિકેટ મેદાનમાં એક યુવા જીએસટી ઓફિસરનું મેચ દરમિયાન મોત થયું હતું. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી. અમદાવાદના ભાડજમાં ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ ચાલી રહી છે. ય્જી્ ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચાલતી મેચમાં મૂળ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ધામા ગામના વતની વસંત રાઠોડ બોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને ગભરામણ થતી હોય તેવી રીતે વર્તન કરી રહ્યા છે. જે બાદ અચાનક જ તેઓ બેસે છે અને પછી પાછા ઊભા થાય છે. પરંતુ તબિયતમાં કંઈ સુધારો ન લાગતા ફરી બેસે છે અને ઢળી પડે છે. જે દરમિયાન ક્રિકેટ રમતા અન્ય ઓફિસર્સ તેમની નજીક દોડી જાય છે અને તેમને ઝ્રઁઇ આપવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ તેમને પીઠમાં માલિશ કરવાનો પ્રયાસ કરે છે. આમ જીએસટી ઓફિસર વસંત રાઠોડને ક્રિકેટ રમતા આવેલા હાર્ટ એટેક સમયનાં દૃશ્યો કેમેરામાં કેદ થયાં હતાં.


