Gujarat

અમદાવાદ બે શખ્શોએ ડોક્ટરને માર માર્યો, તો ડોક્ટરે બે શખ્શો વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ
અમદાવાદના શાયોના ચાર રસ્તા પર ટ્રાફિક સમયે કાર ટક્કરાતા બે ભાઈઓએ ડોક્ટરને સોલા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં માર માર્યો હતો. એટલુ જ નહીં પોલીસ કર્મીઓની હાજરીમાં ડોક્ટરને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે ડોક્ટરે સોલા પોલીસ સ્ટેશનમાં બે ભાઈઓના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની મળતી માહિતી મુજબ ગોતામાં રહેતા વિવેક આંબલીયા કેડી હોસ્પીટલ ખાતે ઈમરજન્સી ફીઝિસીયન ડોકટર તરીકે નોકરી કરે છે. તેઓ સાંજના સમયે કાર લઈને શાયોના ચાર રસ્તા પાસે જઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રાફિક હોવાથી તેમની કાર બીજી એક કાર સાથે ટક્કરાઈ હતી. જેથી તે કારમાં રહેલા યુવકે ગાડી બાજુમાં ઉભી રાખ તને જાેય લવ તેમ જણાવ્યું હતું. જેથી વિવેકભઈ ત્યાંથી કાર ભગાવીને સોલા પોલીસ સ્ટેશનના કપાઉન્ડમાં ગયા હતા. આ દરમિયાન બીજી કાર પણ ત્યાં આવી હતી અને તેમાંથી બે માણસો નીચે ઉતરીને મારી કારને કેમ ટક્કર મારી તેમ કહીને બિભત્સ શબ્દો બોલીને મારઝુડ કરવા લાગ્યા હતા. આ દરમિયાન પોલીસ કર્મીઓ આવી જતા વિવેકભાઈને મારમારવાથી બચાવ્યા હતા. એટલું જ નહીં આ બન્ને શખ્સો પોલીસની હાજરીમાં વિવેકભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બાદમાં પોલીસે બન્ને શખ્સોના નામ પુછતા રોનક દેસાઈ અને રાહુલ દેસાઈ હોવાનું જણાવ્યું હતું. આ મામલે વિવેકભાઈએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રોનક અને રાહુલના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *