Gujarat

અમદાવાદ હાટકેશ્વર બ્રિજના આરોપીઓની થશે ધરપકડ

અમદાવાદ
અમદાવાદ હાટકેશ્વર બ્રિજના આરોપીઓની ધરપકડ થશે. જેમાં સુપ્રિમ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.જેમાં આ કેસના આરોપીએ ધરપકડથી બચવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં સુપ્રિમ કોર્ટ ટાંક્યું છે કે હલકી ગુણવત્તાવાળુ કામ કરનારને જામીન ન આપી શકાય છે. આ પૂર્વે સેશન્સ અને હાઈકોર્ટે પણ જામીન અરજી ફગાવી છે.આ પૂર્વે અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ બનાવનાર કંપનીના સંચાલકોએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી. જેના પર કોર્ટે સુનાવણી કરતા ચારેય આરોપીની જામીન અરજી ફગાવી હતી. આ કેસમાં તમામ અધિકારીઓએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે જાે બ્રિજ વહેલા બંધ ન કર્યો હોત તો મોરબી પુલ જેવી દુર્ઘટના સર્જાઈ હોત. કેસની ગંભીરતાને ધ્યાને રાખી આરોપીઓને જામીન ન આપવા જાેઈએ. તપાસ અધિકારીઓએ આરોપીઓ સામે કલમ ૪૦૯ ઉમેરવા પણ રજૂઆત કરી હતી. મહત્વનું છે કે છસ્ઝ્રએ કુલ ૯ લોકો સામે ફરિયાદ નોંધાવેલી છે. જેમાંથી ચાર આરોપીઓએ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી. આરોપીઓ પર આરોપ છે કે બ્રિજ બનાવવામાં હલકી ગુણવત્તાનું મટિરીયલ વાપરવામાં આવ્યુ હતુ. અને બાંધકામમાં નીતિ-નિયમોનું પાલન નહોતુ થયુ.આરોપીઓને જામીન ન આપવા સરકાર દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. કામ કરનાર સંસ્થાએ સિમેન્ટ અને મટીરિયલ ખરાબ ક્વોલિટીનુ વાપર્યુ હોવાની સરકારની દલીલ છે. ખરાબ કામ સામે સારી ક્વોલિટીના બિલો રજૂ કરવામાં આવ્યા હોવાની પણ સરકારની રજૂઆત હતી. ટેન્ડરમાં જે નિયમો હતો તે મુજબ કામ થયુ ન થયુ હોવાનુ સરકાર દ્વારા જણાવવામાં આવ્યુ છે. આરોપીઓની જામીન અરજી પર આગામી ૨૮ એપ્રિલે સેશન્સ કોર્ટ ચુકાદો આપશે.આ સમગ્ર વિવાદમાં કુલ ૯ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમા અજ્ય એન્જિનિયરીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ના માલિક આરોપી રમેશ પટેલ સહિત અન્ય ડિરેક્ટર્સ રસિક પટેલ, ચિરાગ પટેલ અને કલ્પેશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. કેસની વિગત મુજબ છસ્ઝ્રએ આ બ્રિજના નિર્માણ અંગે વર્ષ ૨૦૧૪માં ટેન્ડર બહાર પાડ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *