અમરેલી કોવાયા ગામની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની પેટા કંપનીના કર્મચારી દ્વારા પંદરેક દિવસ પહેલા ઉંચુ વ્યાજ વસુલ્યાની ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી અને તે અનુસંધાને પોલીસ દ્વારા ૯ આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ હતા. અમરેલી જિલ્લાનો આ સૌથી મોટો ખંડણીનો કેસ છે. આ કેસની ગંભીરતાને ધ્યાને લઇ રાજ્ય સરકારની સૂચનાને પગલે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા ડિવાયએસપી હરેશ વોરાને આ ઘટનાની તપાસ સોંપવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓએ અન્ય લોકો પાસેથી ખડણી કે ઉચ્ચું વ્યાજ વસુલ્યું હોય તો પોલીસને જાણ કરવા જણાવ્યું છે..
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*