Gujarat

અમરેલીના ધારી શહેરમાં મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું 

.ધારી શહેરમાં ચાલી રહેલ મેગા ડીમોલેશન અંતર્ગત એક સહુથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે…યોગીજી ચોક ખાતે આવેલ પોલીસ ચોકી કે જે ગત વરસે દાતાઓના સહયોગથી બનાવવામાં આવેલ…. તેના પર ભી બુલડોઝર ચલાવી ને ડીમોલેશન કરવામાં આવ્યું
સમગ્ર ધારી આજે બંધ જોવા મળ્યું, 85 ટકા દબાણો લોકો દ્વારા સ્વેચ્છાએ દૂર કરાયા …
ધારી શહેરમાં કુલ ૭૦૦ જગ્યાએ બિન કાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે જેમાં પ્રાંત અધ્યક્ષ કુલદીપ સિંહ વાળા ના અધ્યક્ષ સ્થાને મેગા ડેમોલેશન કરવામાં આવ્યું છે જેમાં ધારી શહેરમાં કુલ ૭૦૦ જગ્યાએ બિન કાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે ….
શું છે સમગ્ર હકીકત જોઈએ આં રિપોર્ટ માં
અમરેલી જિલ્લા ના ધારી શહેરમાં આજે સરકારી જગ્યાઓ માં દબાણો કરવામાં આવ્યા હતા તે દૂર કરવા તંત્ર સવારથીજ કામે લાગ્યું છે
 રાજ્ય સરકારની સૂચનાઓ ના અને જુદી જૂદી કોર્ટના ચુકાદાઓ ના આધારે અલગ અલગ ખાતાઓની જગ્યાઓ ઉપર બિન કાયદેસર દબાણો થયેલા હતા જે અનુંસાંધાને જિલ્લા કલેકટર ના સુપરવિઝન નીચે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ ના માર્ગ દર્શન નીચે પ્રાંત અધ્યક્ષ કુલદીપ સિંહ વાળાના અધ્યક્ષ સ્થાને ડી.વાય.એસ.પી એચ .બી.વોરા અને ડી.વાય એસ.પી.ભંડારી તેમજ પ્રો. આઇ.પી.એસ.ગૌરવ અગ્રવાલ ની આગેવાની માં સમગ્ર ધારી શહેરમાં મેગા ઇમોલેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં યોગી ચોકમાં રહેલી રામદેવ પોલીસ ચોકી પણ નડતર રૂપ હોવાથી તોડી પાડવામાં આવેલ છે જેમાં ૩ ડી.વાય.એસ.પી. ૪ પી.આઇ. ૧૫ પી.એસ આઈ અને ૪૦૦ પોલીસ કર્મી ઓ તેનાત કરાયા છે અને ૧૦ ટ્રેક્ટર, ૬ જેસીબી તેમજ ૫૦ મજૂરો આં ડિમોલેશનમાં જોડાયા છે તેમ ડી.વાય.એસ.પી વોરા એ જણાવ્યું હતું
વધુમાં જણાવતાં કહ્યું હતું કે ત્રણ દિવસમાં 80 થી 85 ટકા દબાણો સ્વેચ્છાએ દૂર કરાયા છે અને બાકી રહેતા કોમર્શિયલ દબાણો આજે શાંતિ પૂર્ણ દૂર કરવામાં આવી રહ્યા છે લોકોને અફવાઓ થી દુર રહેવા સલાહ આપવામાં આવી છે અને સાંજ સુધી લોકો ઘર બાર ના નીકળે તેવી પણ અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે..
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230424-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *