અમરેલી
રાજુલાના ડુંગર ગામે ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં નોનવેઝ બિરયાની અને દૂધનો હલવો બનાવ્યો હતો. ૨૫૦૦ ઉપરાંતનુ ભોજન સમારંભ રાખવામાં આવ્યું હતું. જે બાદ ૧૦૦ જેટલા લોકોને હાલમાં અસર થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ડુંગર, રાજુલા, સાવરકુંડલા, મહુવા એમ અલગ અલગ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ફૂટ પોઇઝનિંગની અસર થવાનો આંકડો હજુ પણ વધારે વધી શકે છે. આસપાસના સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોને હાજર રહેવા આરોગ્ય વિભાગે આદેશ જારી કર્યા છે.
