Gujarat

અમરેલીમાં સિંહણ-દીપડાનો આંતક, બે બાળકોનો કર્યો શિકાર, બન્નેના થયા મોત

અમરેલી
અમરેલીમાં ફરી એકવાર જંગલી પશુઓનો આંતક જાેવા મળ્યો છે, જિલ્લામાં બે અલગ અલગ ઘટનાઓમાં બે બાળકોના મોત થયા છે. અમરેલીમાં સિંહણ અને દીપડાંએ બે અલગ અલગ ઘટનાઓમાં બે બાળકોને મોતને અમરેલી જિલ્લામાં સિંહણ દીપડા દ્વારા અલગ અલગ બે ઘટનામાં બાળકોને શિકાર બનાવ્યા છે. માહિતી પ્રમાણે, અમરેલી જિલ્લાના લીલીયા અને સાવરકુંડલા વિસ્તારમાં આ ઘટના ઘટી છે, અહીં સિંહણ અને દીપડાંએ બે બાળકોને પર હુમલો કર્યો હતો અને બાદમાં મોતને ઘાટ ઉતારી દીધા હતા. લીલીયામાં ખારા ગામમાં ૫ મહિનાના બાળકને સિંહણે પોતાના શિકાર બનાવ્યો, સિંહણ બાળકને ઉઠાવી ગઇ હતી અને બાદમાં તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટના સ્થળ પર માત્ર બાળકના અવશેષો જ મળી આવ્યા હતા, આ સમગ્ર ઘટનાને લઇને વન વિભાગ દોડતુ થઇ ગયુ હતુ અને તાત્કાલિક ધોરણે સિંહણને પાંજરે પુરવા માટે ૧૦ ટીમો ઉતારી બનાવી દીધી હતી. વન વિભાગે સ્થાનિક લોકોને પણ સહકાર આપવા વિનંતી કરી હતી. આ ઉપરાંત સાવરકુંડલાના કરજાળા ગામમાં પણ દીપડાનો આતંક જાેવા મળ્યો હતો, અહીં ૩ વર્ષના બાળકને પરિવારની વચ્ચેથી દીપડો ઉઠાવી ગયો હતો અને બાદમાં તેને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટના બાદ વન વિભાગે ગણતરીની કલાકોમાં કરજાળા સિમ વિસ્તારમાંથી દીપડાને પાંજરે પુરી લીધો હતો.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *