અમરેલી
ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલ અમરેલી જિલ્લામાં આજે સવારે ૩.૨ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપથી કોઈ જાનમાલના નુકશાનના સમાચાર નથી. ભૂકંપ વિજ્ઞાનિ અનુસંધાનના જણાવ્યા મુજબ ભૂકંપ સવારે સાત વાગીને ૫૧ મિનિટે આવ્યો હતો અને તેનુ કેન્દ્ર અમરેલી શહેરથી ૪૩ કિલોમીટર દક્ષિણ-દક્ષિણપૂર્વમાં જમીનની ૩.૨ કિલોમીટરમાં ઉંડાણમાં હતુ. કુદરતી આફત વ્યવસ્થાપન જિલ્લા એકમના એક અધિકારીના જણાવ્યા મુજબ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. તમને જણાવી દઈએ કે અમરેલી અમદાવાદથી ૨૪૦ કિલોમીટર દૂર છે. સાવરકુંડલાના મીતીયાળામાં ઘણીવાર ભૂકંપના ઝટકા અનુભવાય છે. સવારે આવેલા ભૂકંપ પછી પણ ૭.૫૩ અને ૭.૫૭ વાગે ત્રણ આંચકા અનુભવાયા હતા. અમુક ઘરોમાં તિરાડો પડવાની માહિતી મળી છે. હાલમાં લોકોમાં ભૂકંપના કારણે ડરનો માહોલ છે. લોકો ભૂકંપ આવતા જ ઘરની બહાર નિકળી ગયા હતાં. નોંધનીય છે કે ૩૦ જાન્યુઆરીના રોજ દૂધઈ અને ખાવડા પાસે ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ૩૦ જાન્યુઆરીએ સવારે ૫.૧૮ કલાકે ખાવડામાં ભૂકંપનો ઝટકો આવ્યો હતો. ત્યારબાદ ૬.૩૮ વાગે દુધઈ પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
