Gujarat

અમરેલી જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ મહેશભાઇ કસવાલા , કૌશિકભાઈ વેકરીયા , હીરાભાઈ સોલંકી, જે.વી. કાકડિયા , તથા જંકભાઈ તળાવિયા દ્વારા કમોસમી વરસાદ / ભારે  પવનમાં ખેડૂતોના પાકને થયેલ નુકશાન અંગે તાત્કાલિક સહાય મળવા અંગેની સરકારશ્રીમાં  કરેલ જોરદાર રજૂઆત … 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ગત તા. ૦૪ ,૦૫,૦૬ માર્ચ ૨૦૨૩ના રોજ ગુજરાત રાજયમાં આવેલ કમોસમી વરસાદ / ભારે પવન ફૂકાયેલ છે જેમાં , ખાસ કરીને અમરેલી જિલ્લામાં આ ત્રણ દિવસ દરમિયાન પડેલ ભારે વરસાદ તથા પવનના કારણે ખેડૂતોનો ઊભો પાક જેવો કે ઘઉં, ચણા, ધાણા, જીરું વગેરેના પાકને ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ હોય આ નુકશાન ભરપાઈ કરવા માટે અમરેલી જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ ( પાંચ) મળીને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ  પટેલને સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઇ કસવાલા તથા વિધાનસભાના મુખ્ય નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયાની આગેવાનીમાં રજૂઆત કરી ખેડૂતોના પાકને થયેલ નુકશાનીનું તાત્કાલિક ધોરણે સર્વે  કરાવી સરકારશ્રીના નિયમો મુજબ ખેડૂતોને સહાય આપવા અંગેની રજૂઆતો કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *