Gujarat

*અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નાનીકુંડળ ગામની સીમમા ઇ.ડી.એફ રીન્યુબલ કંપની ના અધીકારીઓને મારી નાખવાના ઇરાદા સાથે જીવલેણ હુમલો કરી ભાગી ગયેલ આરોપીઓને બાબરા પોલીસ/ એલ.સી.બી /એસ.ઓ.જી શાખા તેમજ જીલ્લા ની અલગ અલગ ૧૨ ટીમો ની રચના કરી ગણતરીના દીવસો મા પકડી પાડ્તી અમરેલી જીલ્લા પોલીસ*

ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનતા ચોરી,લુંટ તથા મારા મારી જેવા ગંભીર ગુન્હાઓનાઆરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય, જે અન્વયે આવા પ્રકારના ગુન્હાઓ આચરી અને પોતાની ધર પકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ, અમરેલી વિભાગ, અમરેલી નાઓએ સઘળા પ્રયત્નો કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે.
બાબરા પોલીસ સ્ટેશન એ.પાર્ટગુ.ર.નં-૧૧૧૯૩૦૦૮૨૩૦૨૯૩/૨૦૨૩ઇ.પી.કો. કલમ- ૩૦૭,૩૨૫,૩૨૪,૩૨૩,૩૪૧,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૧૨૦ (બી) તથા મુજબ નો ગુન્હો તા.૦૪/૦૬/૨૦૨૩ ના કલાક ૧૩/૩૦ વાગ્યે નાની કુંડળ ગામે ઇ.ડી.એફ. કંપનીના સબ સ્ટેશન નજીક રોડ ઉપરતા-બાબરા, જી-અમરેલી મુકામે બનેલ હોય જેમા આ કામના ફરીયાદી ઇ.ડી.એફ રીન્યુબલ એનર્જી ઇન્ડીયા પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં હેડ ઓફ ઇન્ડીયા એસેટ ઓપરેશન તરીકે નોકરી કરતા હોય અને આ કંપનીએ સને-૨૦૨૧ ની સાલમાં કામના આ આરોપી શીવકુભાઇ ગોવાળીયા નાઓની પેઢી બાવન ‘વીરએન્ટરપ્રાઇઝ’ ને રાયપર તા-ગઢડા વિસ્તારમાં પરવનચકકીની સીક્યુરીટી તથા વાહનો તથા લાઇન મેનનો કોન્ટ્રાક્ટ આપેલ હોય જે બાબતે સર્વીસ બાબતે તેઓએ નક્કી થયેલ મુજબ બરાબર સર્વિસ આપતા ન હોય જેથી કંપની દ્વારા ભરપાઇ કરવા નોટીસો આપેલ હોય, જે બાબતનું મન દુ:ખ રાખેલ હોય અને આ કામના ફરીયાદી તથા આ કામે સાહેદ કંપનીના મેનેજર નાની કુંડળ ગામે આવેલ કંપનીના સબ સ્ટેશન ઉપર વીઝીટ માટે આવેલ હોય જેની જાણ આ કામના આરોપી રવીરાજ ઉર્ફે રવી ગીડા નાઓએ આરોપીઓને ફોન કરી કરેલ હોય જેથી આ કામે બધા આરોપીઓને ફરીયાદીને મારી નાખવાના ઇરાદે પુર્વ આયોજીત કાવતરૂ રચી ગે.કા. મંડળી રચી, લોખંડના પાઇપ,ફરસી,ધારીય,લાકડી જેવા પ્રાણઘાતક હથીયાર લઇ, ફરીયાદીના નીકળવાના રસ્તે અગાઉથી બેસી જઇ ફરીયાદી તથા સાહેદ તેમની કંપનીની ફોરવ્હીલ ગાડી લઇને નીકળતા ગાડી રોકાવી, ફરીયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાના ઇરાદે આરોપી નં-૦૧ થી ૦૭ તથા બે અજાણ્યા આરોપીએ લોંખડના પાઇપો ફરસી,ધારીયા તથા લાકડીઓ વડે મારમારી ફરીયાદીને જમણા હાથે હથેળીના ભાગે ફેક્ચર કરી તેમજ બંને પગના ગોઠણથી નીચેના ભાગે હાડકા ભાંગી નાખી, તથા પગના ભાગે ઘણા ફેકચરો કરી મરણોતલ ઇજા કરી તથા સાહેદ ક્રીશનકુમારને માથાના ભાગે ગંભીર ઇજા કરી તથા સાહેદ ઓમકારસિંગને પગે મુંઢ ઇજા કરી, ગુન્હો કર્યા વિ.બાબત
બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી આર.ડી.ચૌધરી તેમજ સર્વેલન્સ ટીમ દ્વારા તેમજ અમરેલી એલ.સી.બી શાખા તેમજ અમરેલી એસ.ઓ.જી શાખાની ટીમો તથા જીલ્લા ના તમામ પો.સ્ટે માથી અલગ અલગ ૧૨ ટીમો બનાવી સદરહુ ગુન્હાના આરોપીઓને ઝડપી પાડવા સારુ સર્ચ ઓપરેશન હાથ ધરવામા આવેલ તેમજ આરોપીઓના રેહણાંક વીસ્તારમા તેમજ આરોપીઓના સગાસબંધીઓ તેમજ મીત્રોની સધન પૂછપરછ કરી તેમજ ટેક્નીકલ મારફતે તેમજ કોલ ડીટેઇલ આધારે પૂછપરછ કરી આરોપીઓ બાબતે હકીકત મેળવવા સઘળા પ્રયત્નો કરેલ દરમ્યાન મળેલ માહીતી આધારે તપાસ ટીમો દ્વારા બોટાદ જીલ્લા ના અણીયારી ગામે આ કામના બે આરોપી તેમજ ગઢડા તાલુકા ના રાયપર ગામની વીડ માથી બે આરોપી સહીત કુલ ચાર આરોપીઓને ઝડપી પાડવામા આવેલ.
*ગુહામાં પકડાયેલ આરોપીઓની વીગત તેમજ ગુન્હાહીત ઇતીહાસ*
(૧) શીવકુભાઇ બહાદુરભાઇ ગોવાળીયા ઉ.વ-૪૦ રહે-રાયપર તા-ગઢડા જી.-બોટાદ હાલ રહે-બોટાદ આનંદધામ રેસીડેન્સી જી.બોટાદ
૧-ગઢડા પો.સ્ટે ફ ૬૮/૧૪ ઇપીકો ક ૧૪૩,૩૪૧ વિ મુજબ
૨-રાજકોટ એ ડીવીઝન પો.સ્ટે ફ ૨૫૪/૧૭ ઇપીકો ક ૧૪૩,૧૪૭,૧૪૯,૩૨૩,૩૨૫,૩૪૧,૫૦૪,૫૦૬(૨),૧૧૪ ૩-ગઢડા પો.સ્ટે ૯૧૯/૨૨ ઇપીકો ૧૪૩,૩૪૧,૫૦૪,૫૦૭ ઇલે એક્ટ ૧૪૦,૧૪૯ મુજબ ૪- ગઢડા પો.સ્ટે સે-૧૭૪૧/૨૨ ઇપીકો-૩૨૩,૧૪૭,૧૪૮,૧૪૯,૪૨૭,૩૫૨,૫૦૪,૫૦૬(૨) જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ૫-બાબરા પો.સ્ટે એ ૫૮૮/૨૨ ઇપીકો ક-૩૦૭,૩૨૫ વિ.મુજબ
(ર) રાજકુભાઇ બહાદુરભાઇ ગોવાળીયા ઉ.વ.૩૪ રહે-રાયપર તા-ગઢડા જી-બોટાદ હાલ.રહે-બોટાદ, શીવાજીનગર પાંચપડા શેરી નં-૦૫
૧-ગઢડા પો.સ્ટે સે-૧૭૪૧/૨૨ ઇપીકો-૩૨૩,૧૪૭,૧૪૮,૧૪૯,૪૨૭,૩૫૨,૫૦૪,૫૦૬(૨) જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ૨-ગઢડા પો.સ્ટે સે-૯૧૯/૨૨ ઇપીકો ૧૪૩,૩૪૧,૫૦૪,૫૦૭ ઇલે એક્ટ ૧૪૦,૧૪૯ મુજબ
(૩) મંગળુભાઇ બહાદુરભાઇ ગોવાળીયા ઉ.વ-૪૨ રહે-રાયપર તા- ગઢડા જી-બોટાદ હાલ.રહે-બોટાદ, બ્રાહમણ સોસાયટી શંકરના મંદીર પાસે જી.બોટાદ
૧-ગઢડા પો.સ્ટે ફ ૯૦/૧૩ ઇપીકો ૩૨૪,૩૨૫,૧૧૪ જીપીએક્ટ ૧૩૫ મુજબ ર-રાજકોટ એ ડીવીઝન પો.સ્ટે ફ ૨૫૪/૧૭ ઇપીકો ક ૧૪૩,૧૪૭,૧૪૯,૩૨૩,૩૨૫,૩૪૧,૫૦૪,૫૦૬(૨),૧૧૪ ૩-બોટાદ પો.સ્ટે ફ ૧૧૩૮૧૨ ઇપીકો ક ૩૨૫,૩૨૪,૫૦૪,૫૦૬(૨)૧૧૪ જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ૪-ગઢડા પો.સ્ટે ૯૧૯/૨૨ ઇપીકો ૧૪૩,૩૪૧,૫૦૪,૫૦૭ ઇલે એક્ટ ૧૪૦,૧૪૯ મુજબ ૫- ગઢડા પો.સ્ટે સે-૧૭૪૧૮૨૨ ઇપીકો-૩૨૩,૧૪૭,૧૪૮,૧૪૯,૪૨૭,૩૫૨,૫૦૪,૫૦૬(૨) જી.પી.એક્ટ ૧૩૫ મુજબ
(૪)હરેશભાઇ દડુભાઇ ગીડા ઉ.વ-૩૮ રહે-રાયપર તા-ગઢડા જી.-બોટાદ હાલ-બોટાદ આનંદધામ સોસાયટી તા.જી.બોટાદ
૧-ગઢડા પો.સ્ટે ફ ૯૦/૧૩ ઇપીકો ૩૨૪,૩૨૫,૧૧૪ જીપીએક્ટ ૧૩૫ મુજબ ૨- ગઢડા પો.સ્ટે સે-૧૭૪૧/૨૨ ઇપીકો-૩૨૩,૧૪૭,૧૪૮,૧૪૯,૪૨૭,૩૫૨,૫૦૪,૫૦૬(૨) જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ૩-રાજકોટ એ.ડીવી પો.સ્ટે ૬ ૨૫૪/૧૭ ઇપીકો ક ૧૪૩,૧૪૭,૧૪૯,૪૨૭ વિ.મુજબ ૪-ગઢડા પો.સ્ટે ૯૧૯/૨૨ ઇપીકો ૧૪૩,૩૪૧,૫૦૪,૫૦૭ ઇલે એક્ટ ૧૪૦,૧૪૯ મુજબ ૫-બાબરા પો.સ્ટે એ ૫૮૮/૨૨ ઇપીકો ક-૩૦૭,૩૨૫ વિ.મુજબ
ઉપરોક્ત કામગીરી અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સુચનાથી શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ, અમરેલી વિભાગ, તથા બાબરા પોલીસ એલ.સી.બી એસ.ઓ.જી શાખા તથા જીલ્લાની અલગ અલગ ૧૨ ટીમો દ્વારા કરવામાં આવેલ છે…
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20230608-WA0060.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *