અમરેલી
ગૃહ વિભાગ ગુજરાત સરકારની સૂચના મુજબ બિન હથિયારી પીએસઆઈની ખાલી જગ્યાઓ સામે બિન હથિયારી છજીૈંને તદ્દન હંગામી ધોરણે બઢતી પ્રમોશન દ્વારા ભરવા અંગે કુલ રાજ્યના ૬૯૩ બિન હથિયારી છજીૈંને તદ્દન હંગામી ધોરણે બઢતી આપીને બિન હથિયારી ઁજીૈં તરીકે નિમણૂક આપવા મંજૂરી આપવામા આવી છે જે પૈકી ભાવનગર રેન્જના કુલ ૨૫ બિન હથિયારી છજીૈંને તદ્દન હંગામી ધોરણે બઢતી આપવા અંગેની કાર્યવાહી તા.૦૬/૦૧/૨૦૨૩ના રોજ કરવામા આવી હતી. જે અંતર્ગત અમરેલી જિલ્લાના કુલ ૧૦ બિન હથિયારી છજીૈંને તદ્દન હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે. આ તમામ હંગામી ધોરણે બઢતી પામેલા બિન હથિયારી પી.એસ.આઈને પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્વારા અભિનંદન આપી અને ભવિષ્યમા બિન હથિયારી પી.એસ.આઈ. તરીકે સારી કામગીરી કરે તે માટે તમામને એસપી કચેરીમાં શુભેચ્છા પાઠવવામાં આવી હતી પોલીસ બેડામાં હર્ષની લાગણી પ્રસરી ગઈ છે.


