Gujarat

અમરેલી જિલ્લામાં બે ધનવંતરી રથને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

અમરેલી જિલ્લામાં બે ધનવંતરી રથને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

અમરેલી જિલ્લા પંચાયતથી સાવરકુંડલા અને બાબરા તાલુકા ખાતે ધનવંતરી રથને પ્રસ્થાન કરાવ્યું

અમરેલી, તા.૧૬ ફેબ્રુઆરી, ૨૩ (ગુરુવાર) રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હસ્તકના “ધનવંતરી આરોગ્ય રથ”નું અમરેલી જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ દ્વારા લીલી ઝંડી આપી ધનવંતરી રથને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને EMRI GREEN હેલ્થ સર્વિસ દ્વારા અમરેલી જિલ્લામાં બે નવા ધન્વંતરી આરોગ્ય રથની ફાળવણી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાનાં શ્રમિકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે ચિંતિત રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા આ બે નવાં ધનવંતરી રથ સાથે જિલ્લામાં હવે કુલ ૦૩ ધનવંતરી રથ કાર્યરત છે, જે શ્રમિકોના નિરામય સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરશે. ધનવંતરી આરોગ્ય રથ દ્વારા શ્રમિકોની પ્રાથમિક સારવાર, પેશાબની તપાસ, બી.પી.ની તપાસ, લોહીની તપાસ, બલ્ડશુગરની તપાસ જેવી અનેક પાયાની આરોગ્યલક્ષી સુવિધાઓ આપવામાં આવે છે. ધનવંતરી આરોગ્ય રથની કામગીરીમાં બાંધકામ શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડ, ઈ-નિર્માણ કાર્ડ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે, તેના થકી તેમને યોજનાકીય માહિતી અને યોજનાકીય લાભોથી અવગત કરવામાં આવે છે. ધનવંતરી આરોગ્ય રથ પર શ્રમિકોની સેવા અર્થે હાલ એક-એક મેડીકલ ઓફિસર, પેરામેડીકલ સ્ટાફ, લેબ ટેકનિશીયન, લેબર કાઉન્સીલર, અને ડ્રાઈવર મળીને કુલ ૦૫ કર્મચારીઓ ઉપલબ્ધ છે. આ કાર્યક્રમમા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડૉ.સિંઘ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.આર.એમ જોષી, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી જીતુભાઈ ડેર, એમ.એચ.યુ પ્રોજેક્ટના કોર્ડિનેટરશ્રી સમીરભાઈ રાવળ, જિલ્લા બોર્ડ પ્રોગ્રામ મેનેજરશ્રી કાજલબેન જોષી, શ્રી રાહુલભાઈ સોલંકી તથા ધનવંતરી રથના સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20230216-WA0068-1.jpg IMG-20230216-WA0069-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *