આગામી દિવસોમાં ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આજે તારીખ ૦૫/૦૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા તાલીમ કેન્દ્ર,પોલીસ હેડ ક્વાર્ટર, અમરેલી ખાતે વ્યાજખોરોથી પીડિત નાગરિકો માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે..
આજે તારીખ ૦૫/૦૧/૨૦૨૩ ના રોજ યોજાયેલ લોક દરબારમાં વ્યાજખોરોથી પીડિત નાગરિકોએ પોતાની રજૂઆત લેખિત અરજીના રૂપે આપવામાં આવી હતી આ વ્યાજખોરો વિરુદ્ધ યોજાયેલ લોકદરબાર અંગે વધુ માહિતી આપતા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જુંબેશ 5 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી સુધી ચાલશે આજના આં દરબાર માં 5 અરજીઓ મળેલ છે જેની સત્યતા સકાસી તુરંત એક્શન લેવામાં આવશે
ઇંગોરાલા ના એક ભોગવનાર મનોજભાઈ ભીખાભાઈ હીરપરા જેઓએ 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને આજે તેના 7.40 લાખ રૂપિયા હજી વસૂલવા ધમકીઓ આપવામાં આવે છે જોકે 1 લાખ રૂપિયા વ્યાજ સાથે ભરી આપ્યા નુ ભોગ બનનાર જણાવી રહ્યા છે ત્યારે આવા વ્યજંક વાડીઓ ઉપર કડક માં કડક પગલા લેવામાં આવશે અને પાસા સુધીની કાર્યવાહી કરવા માટે પોલીસની તૈયારી બતાવી હતી..
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


