Gujarat

અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીનાઓએ બે લીસ્ટેડ પ્રોહી બુટલેગર ઇસમો સામે પાસા અધિનિયમ મુજબ કાર્યવાહી કરતા, લીસ્ટેડ પ્રોહી. બુટલેગરોને પાસા હેઠળ જેલ હવાલે કરતી અમરેલી પોલીસ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓઓ દ્વારા અમરેલી જિલ્લામાં દારૂનું ગેરકાયદેસર વેચાણ, હેર-ફેર, ઉત્પાદન અને સંગ્રહની ગેરકાયદે પ્રવૃતિ કરતાં દારૂના ધંધાર્થી ઇસમો તથા પ્રોહિબીશનના ગુન્હાઓ કરવાની ટેવ વાળા પ્રોહી. બુટલેગર ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને, તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા લીલીયા પો.સ્ટે. પો.સબ ઇન્સ. શ્રી એસ.આર.ગોહિલ નાઓએ અસામાજિક પ્રવૃતિ કરતા લીસ્ટેડ પ્રોહી, બુટલેગર ઇસમો વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, અમરેલીનાઓ તરફ મોકલી આપેલ પ્રોહી બુટલેગર ઇસમોની સમાજ વિરોધી અસામાજિક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અજય દહિયા સાહેબનાઓએ એક સાથે બે ઇસમોના પાસા વોરંટ ઇસ્યુ કરતાં, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા નીચે જણાવેલ બન્ને લીસ્ટેડ પ્રોહી. બુટલેગર ઇસમોને પાસા વોરંટની બજવણી કરી, તેઓના નામ સામે જણાવેલ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે
પાસા અટકાયતીનું નામ અને તેને મોકલેલ જેલની વિગતઃ પાલરા સ્પેશ્યલ જેલ,
(૧) સિરાજ રજાકભાઇ દલ, ઉ.વ.૨૯, રહે. લીલીયા મોટા, તા.લીલીયા, જિ. અમરેલી,
કચ્છ – ભુજ
(૨) કિશન સુરેશભાઇ દવે, ઉ.વ.૨૯, રહે.લીલીયા મોટા, ગામોટી શેરી, તા.લીલીયા, જિ.અમરેલી. :- મધ્યસ્થ જેલ, વડોદરા
પાસા અટકાયતી સિરાજ રજાકભાઇ દલનો ગુનાહિત ઇતિહાસઃ-
(૧) લીલીયા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૮/૨૦૧૮, પ્રોહી.કલમ ૬૫ઇ, ૬૬(૧)બી, ૧૧૬બી
(૨) લીલીયા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧/૨૦૧૮, પ્રોહી. કલમ ૬૫(એ)(ઈ), ૬૬બી, ૧૧૬બી, ૯૮(૨), ૮૧
(૩) લીલીયા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૫૬/ ૨૦૧૯, પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ), ૬૬બી, ૧૧૬બી
(૪) લીલીયા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૦૦૫૧૮/૨૦૨૦, પ્રોહી. કલમ ૬૫(એ)(એ)
(૫) લીલીયા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૦૦૬૭૧/૨૦૨૦, પ્રોહી. કલમ ૬૫(એ)(એ)
(૬) લીલીયા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૨૦૦૪૯/૨૦૨૨, પ્રોહી. કલમ ૬૫(એ)(એ), ૧૧૬૦ી, ૮૧
(૭) લીલીયા પો.સ્ટે. પ્રોહી, ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૨૦૩૪૫, ૨૦૨૨, પ્રોહી. કલમ ૬૫(એ)(એ),
૧૧૬બી
(૮) દામનગર પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૭૨૨૦૫૦૯/૨૦૨૨, પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬બી, ૮૧
(૯) લાઠી પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૨૦૫૯૦/૨૦૨૨, પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ),
૧૧૬બી, ૯૮(૨), ૮૧
પાસા અટકાયતી કિશન સુરેશભાઇ દવેનો ગુનાહિત ઇતિહાસઃ-
(૧) લીલીયા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૧૦૮૦૬/૨૦૨૧, પ્રોહી. કલમ ૬૫(એ)(એ),
૧૧૬બી, ૮૧
(૨) લીલીયા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૨૦૦૪૯/૨૦૨૨, પ્રોહી. કલમ ૬૫(એ)(એ), ૧૧૬બી, ૮૧
(૩) લીલીયા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૨૦૪૭૧/૨૦૨૨, પ્રોહી. કલમ ૬૫(એ)(એ),
૧૧૬બી
(૪) દામનગર પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૭૨૨૦૫૦૯/૨૦૨૨, પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ),
૧૧૬બી, ૮૧
(૫) લાઠી પો,સ્ટે. પ્રોહી, ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૨૦૫૯૦/૨૦૨૨, પ્રોહી. કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬બી, ૯૮(૨), ૮૧
આમ, અમરેલી જિલ્લામાં દારૂનું ગેરકાયદેસર વેચાણ, હેર-ફેર, ઉત્પાદન અને સંગ્રહની ગેરકાયદે પ્રવૃતિ કરતાં પ્રોહી બુટલેગર ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, બે ઇસમોને જેલ હવાલે કરી, આવી અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230423-WA0053.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *