અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના મુજબ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.એમ.કડછા કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) અમરેલી સાહેબનાઓના માર્ગદર્શન મુજબ ગુજરાત સરકાર ગૃહ વિભાગ હસ્તકના VISWAS Project અંતર્ગત સ્થાપિત કરવામાં આવેલ કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) અમરેલી ખાતે સીસીટીવી કેમરાઓની મદદથી ૨૪*૭ કલાક સર્વેલન્સની કામગીરી કરવામા આવી રહેલ છે.
તા.૨૭/૦૧/૨૦૨૩ ના રોજ અમરેલી શહેરના નાગરીક શ્રી ભરતભાઇ દુર્ગાશંકર મહેતા રહે. ગંગાવિહાર અમરેલીનાઓ પારસ રેસ્ટોરન્ટ ખાતેથી પસાર થતી વખતે તેઓનો મોબાઇલ ફોન પોતાની આઇ સ્માર્ટ મો.સા.ની શીટ પાસે આગળના ભાગે રાખેલ હોય જે શીતલ પાર્લર વચ્ચે ચાલુ બાઇકે પડી જતા જે બાબતે અમરેલી કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ)ની મુલાકાત લેતા કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) ખાતેના ફરજ પરના હેડ કોન્સ. પ્રકાશભાઇ ગામીત તથા પો.કોન્સ. મુકેશભાઇ નકુમ તથા પો.કોન્સ.શૈલેષભાઇ ઝાલા તથા પો.કોન્સ.દિનકરભાઇ પાઘડાળ સ્ટાફે તાત્કાલીક શીતલ પાર્લર પાસેના સીસીટીવી ફૂટેજ ચકાસતા સદર મોબાઇલ માલીક મો.સા.લઇને આવતા હોય જેના મો.સા.ની આગળના ભાગે રાખેલ મોબાઇલ પડતા જોવા મળેલ બાદ એક સાયકલવાળો ઇસમ મોબાઇલ ફોન ઉપાડતો જોવામા આવતો હોવાનું જોવા મળેલ જે સાયકલ વાળાને સીસીટીવી કેમેરાના આધારે ટ્રેક કરી કમાન્ડ કન્ટ્રોલના સ્ટાફ દ્વારા સદરહું સાયકલ વાળાને શોધી તેની પુછપરછ કરતા તેઓને રસ્તા પરથી મોબાઇલ ફોન મળેલ હોવાનુ જણાવેલ તે મોબાઇલ ફોન શ્રી ભરતભાઇ દુર્ગાશંકર મહેતા રહે. ગંગાવિહાર અમરેલીવાળા હોવાની ખરાઇ થતા તેઓને પરત કરવામાં આવેલ છે.
આમ, અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષશ્રી હિમકર સિંહ સાહેબની સુચના મુજબ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.એમ.કડછા કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ) અમરેલી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી કમાન્ડ કંટ્રોલ સેન્ટર(નેત્રમ)ના સ્ટાફ દ્વારા સીસીટીવી સર્વેલન્સની કામગીરી દરમ્યાન મોબાઇલ ફોન શોધી કાઢી મુળ માલીક શ્રી ભરતભાઇ દુર્ગાશંકર મહેતા રહે.ગંગાવિહાર અમરેલીવાળાને સોપેલ છે.


