Gujarat

“અમરેલી ટાઉનમાંથી પેટ્રોલીંગ દરમ્યાન ઘરેલુ ગેસના બાટલામાંથી કોમર્સીયલ ગેસના બાટલામાં ગેસ ભરી આર્થીક ફાયદો મેળવવા સારૂ માણસોની જીંદગી જોખમાય તે રીતે બેદરકારી ભર્યું કૃત્ય કરનાર બે ઇસમોને કુલ રૂ.૮૬૫૨૫/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ *

ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિંમકર સિંહ સાહેબએ અમરેલી જીલ્લામાં થતી ચોરીઓ અટકાવવા જરૂરી સુચના આપેલ હોય અને માણસોની જીંદગી જોખમ અને લોકોની જીંદગી સુરક્ષીત રહે તે માટે કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે પી,ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે પોલીસ ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના મુજબ અમરેલી સીટી પોલીસ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અમરેલી.સંધી સોસા.ઓપન જેલ પાછળ,હુસૈની ચોકથી નદી તરફ જતા રસ્તા પાસે ભાડાના મકાનમા બે ઇસમોને (૧) રાંધણ ગેસના ઘરેલુ ઉપયોગના ગેસ ભરેલા તથા ખાલી અલગ અલગ કંપનીના બાટલા નંગ-૧૦ કી.રૂ.૩૬૦૦૦/- તથા (૨) રાંધણ ગેસના કોમર્સીયલ ગેસના ગેસ ભરેલા તથા ખાલી અલગ અલગ બાટલા-૧૪ કી.રૂ.૪૩૦૦૦/- તથા (૩) બ્લુ કલરનો નાનો ૫ કીલોનો બાટલો નંગ-૦૧ કી.રૂ.૧૫૦૦/- (૪) ગેસ રીફીલીંગ માટેની ઇલેક્ટ્રીકમોટર નગ-૦૨ કી.રૂ.૫૦૦૦/- તથા (૫) બે ઇલેકટ્રીક વજન કાંટા કી.રૂ.૧૦૦૦/- તથા (૬) પ્લાસ્ટીકના સીલ નંગ-૪૦ કી.રૂ.૦૦/૦૦ તથા (૩) એક ગેસના બાટલાનું સીલ ખોલવા માટેનું નાનુ આગળથી તળેલુ ડીસમીસ જેની કી.રૂ.૦૫/- તથા (૮) એક બાટલામાંથી બીજા બાટલામાં ગેસ બદલી કરવા માટેની લોખંડની ભૂંગળીઓ-૦૨ જેની કી.રૂ.૨૦૪ મળી કુલ કી.રૂ.૮૬૫૨૫/- ના મુદામાલ પોતાના ભાડે મકાન રાખી આજુબાજુમાં રહેતા માણસોની જીંદગી જોખમાઇ તે રીતે ઘરેલુ ગેસના બાટલામાથી કોમર્સીયલ ગેસના બાટલામાં ઇલેકટ્રીક મોટર વડે રીફીલીંગ કરી બેદરકારી ભર્યુ નૃત્ય કરતા બે ઇસમોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે,

પકડાયેલ આરોપીઓની વિગતઃ
(૧) ખાલીદ અલારખભાઇ શેખ ઉ.વ.૩૫ ધંધો.ઇન્ડેન ગેસના બાટલા ડીલેવરી રહે.અમરેલી,સંધી સોસા. ઓપન જેલ પાછળ હુસૈની ચોક તા.જી, અમરેલી
(૨) દિનમહંમદ યુસુફભાઇ બ્લોચ ઉં.વ.૪૭ ધંધો.કેટરર્સ રહે અમરેલી,સંધી સોસા ઓપન જેલ પાછળ હુસૈની ચોક
પાસે તા.જી.અમરેલી
આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.આર.એચ.રતન તથા વી.સી.બોરીચા તથા હેડકોન્સ મહેશભાઇ રાઠોડ,દિનેશભાઇ સરવૈયા,ગૌરવભાઇ પંડ્યા,રાજેન્દ્રભાઇ ચૌધરી તથા પો.કોન્સ.જગદીશભાઇ પોપટ,ધવલભાઇ મકવાણા, દેવાંગભાઇ મહેતા અશોકસિંહ મોરી તથા મહીલા પો.કો.ન્સ.સમીબેન શેખ,અંકીતાબેન ગોહીલ વી.પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230314-WA0042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *