શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર વિભાગ ભાવનગર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિહ સાહેબએ અમરેલી જીલ્લામા માણસોની જીંદગી જોખમ મુક્ત અને લોકોની જીંદગી સુરક્ષીત રહે અને આગના બનાવોથી માણસોની જીંદગી જોખમાય નહી તે માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની રાહબરી હેઠળ.અમરેલી ટાઉનમાં ખટારવાડી,શ્યામ બેકરી વાળી રોરીમાં રહેતા મહમદભાઇ શેખડા તથા અમીનભાઇ શેખડા પોતાના મકાનમા ગેરકાયદેસર ગેસના બાટલાઓ રાખી ગેસ રીફીલીંગનો ધંધો કરે છે.જેવી ચોક્કસ બાતમી આધારે રેઇડ કરી અલગ-અલગ કંપનીના રાંધણ ગેસના તથા કોમર્સીયલ ઉપયોગ માટેના ખાલી બાટલા તથા ગેસ ભરેલા માટલા નંગ-૬૮ તથા ઇલેકટ્રીક મોટર,હેડપંપ રેગ્યુલેટ,વજન કાંટા,અલગ-અલગ કંપનીના પ્લાસ્ટીકના સીલ વિગેરે મળી કુલ રૂ.૨,૪૩,૦૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી અમરેલી સીટી પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૦૩૨૩૦૨૧૬/૨૦૨૩ ઇ.પી.કો.૬, ૨૮૫,૪૬૧,૧૧૪ મુજબનો ગુન્હો રજી કરી બે ઇસમોને ધરોણસર અટક કરી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ શ્રી આર.એચ.રતન ચલાવી રહેલ છે.
પકડાયેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) રાંધણ ગેસના ઘરેલુ ઉપયોગ માટેના અલગ-અલગ ગેસ કંપનીઓના ભરેલ બાટલા નંગ-૦૯ કિ.રૂ.૩૬,૦૦૦/- (૨) સંધણ ગેસના ઘરેલુ ઉપયોગ માટેના અલગ-અલગ ગેસ કંપનીઓના ખાલી બાટલા નગ-૧૮ કિં.રૂા.૧,૧૪,૦૦૦/-
(૩) રાંધણ ગેસના કોમર્શીયલ ઉપયોગના ભરેલ બાટલા નંગ-૪, કિ.ગ્ન,૨૨,૦૦૦/- (૩) રાંધણ ગેસના કોમર્શીયલ ઉપયોગના અલગ-અલગ ગેસ કંપનીઓના ખાલી બાટલા નંગ-૧૭, કિ.રૂ.૫૯,૫૦૦/-
(૪) ઈલેક્ટ્રીક મોટરહેડપંપ લગાવેલ ૫ તથા રેગ્યુલેટર લગાવેલ મોટર નંગ-૦૩ ની કિં.રૂા.૭૫૦૦/-
(૫) ઈલેકટ્રીક વજનકાંટા નંગ-૦૨ ની કિ.રૂા.૪૦૦૦/-
(૬) ગેસ રીફીલીંગ માટેની લોખંડની ભૂંગળી(મોરલી) નંગ-૦૬ કિ.રૂ.૬૦/-
(૭) અલગ-અલગ કંપનીના પ્લાસ્ટીકના સીલ નંગ-૭જે સીલની કિ.રૂ.૦૦/૦૦
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) મહમદભાઇ ઓસમાણભાઇ શેખડા ઉ.વ.૫૧ ધંધો સેલ્સમેન રહે.અમરેલી,બટારવાડી,શ્યામ બેકરી વાળી શેરી (૨) અમીનભાઇ ઓસમાણભાઇ શેખડા ઉ.વ.૪૫ ધંધો રીક્ષા ડ્રાઇવિંગ રહે.અમરેલી, બટારવાડી, શ્યામ બેકરી વાળી શેરી, તા.જી.અમરેલી
કામગીરી કરનાર અધિકારી કર્મચારી
અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.વી.પ્રસાદ સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ આર.એચ.રતન તથા એ.એસ.આઇ. એન.બી.ગોહીલ તથા સર્વેલન્સ ટીમના હેડ કોન્સ. દિનેશભાઇ સરવૈયા,રાજેન્દ્રભાઇ ચૌધરી તથા મહીલા હેડ કોન્સ, કાજલબેન રાઠોડ તથા પો.કોન્સ.જગદીશભાઇ પોપટ,ધવલભાઇ મકવાણા, વનરાજભાઇ માંજરીયા, ચિરાગભાઇ માટીયા વી.પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


