ભાવનગર રેન્જ શ્રી ગૌતમ પરમાર સાહેબ,પોલીસ મહાનિરીક્ષક,ભાવનગર વિભાગ,ભાવનગર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ એ અમરેલી જીલ્લામાં દારૂ તથા જુગારની બદી દૂર કરવા સારૂ સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની રાહબરી હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ અમરેલી ટાઉનમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અમરેલી,ચિત્તલ રોડ,મહીલા કોલેજ પાછળ પાણાખાણ વિસ્તારમા જાહેરમાં ચાર પુરૂષ ઇસમોને જુગાર રમતા હોય તે ચોક્કસ બાતમી આધારે રેડ દરમ્યાન કુલ રૂ.૧૨૧૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર જુગારધારાનો કેસ શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
*પકડાયેલ આરોપીઓની વિગત*
(૧) સુરેશભાઇ મનસુખભાઇ પાંચાળા ઉં.વ.૩૧ રહે.અમરેલી,નવા ગીરીયા તા.જી,અમરેલી,
(ર) ભાવેશભાઇ પરશોત્તમભાઇ બારૈયા ઉ.વ.૩૧ રહે.અમરેલી,નવા ગીરીયા તા.જી.અમરેલી. (૩) જગદીશભાઇ રવજીભાઇ ડુંગરીયા ઉ.વ.૪૦ રહે.અમરેલી, નવા ગીરીયા તા.જી.અમરેલી.
(૪) મનીશભાઇ વિનુભાઇ જાદવ ઉ.વ.૩૮ રહે,અમરેલી,જેસીંગપરા,રામપરા શેરી નં.૦૪ તા.જી.અમરેલી.
ઉપરોક્ત કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.સર્વેલ્સ ટીમના હેડ કોન્સદિનેશભાઇ સરવૈયા તથા પો.કોન્સ જગદીશભાઇ પોપટ, ધવલભાઇ મકવાણા,અશોકસીંહ મોરી,રાજેન્દ્રભાઇ ચૌધરી,ઓશકસીંહ મોરી,વનરાજભાઇ માંજરીયા,ચિરાગભાઇ માટીયા વિ.પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.
રિપોર્ટર : ભાવેશ વાઘેલા અમરેલી


