પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ,ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓએ ગુજરાત રાજ્યમાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતીઓ અંકુશમાં લેવા ખાસ પ્રોહીબીશન/જુગારની ડ્રાઇવનુ આયોજન કરેલ હોય, ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ નાઓ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી જે.પી.ભંડારી, નાઓએ અમરેલી જિલ્લામાં જુગારની ગૈરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું, અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી પી.બી.લક્કડ નાઓની રાહબરી હેઠળ અમરેલી રૂરલ પોલીસ ટીમ દ્વારા આજરોજ તા.૨૭/૦૫/૨૦૨૩ નાં અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે અમરેલી તાલુકાના અમરેલી, રોકડીયાપરા ચામુડામાંના મંદિર પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેર જગ્યામાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા સાત ઇસમોને જુગાર રમતા રોકડ રકમ, તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે
પકડાયેલ આરોપીઓઃ- (૧) ભરતભાઇ વાઘજીભાઇ જીજરીયા ઉ.વ.૩૯ ધંધો ડ્રાઇવીંગ રહે,અમરેલી,રોકડીયાપરા તા.જી.અમરેલી
(૨) જેન્તીભાઇ ઉમેદપરી ગૌસ્વામી ઉ.વ.૫૬ ધંધો.નોકરી રહે.અમરેલી, રોકડીયાપરા તા.જી.અમરેલી
(૩) પ્રકાશભાઇ મનસુખભાઇ સેજાણી ઉ.વ.૩૧ ધંધો.મજુરી રહે.અમરેલી, રોકડીયાપરા તા.જી.અમરેલી
(૪) હાર્દિકભાઇ ચંદુભાઇ જીંજુવાડીયા ઉ.વ.૨૫ ધંધો.મજુરી રહે.અમરેલી, રોકડીયાપરા.
તા.જી.અમરેલી
(૫) અર્જુનભાઇ દિનેશભાઇ જીંજરીયા ઉ.વ.૨૩ ધંધો.મજુરી રહે.અમરેલી, રોકડીયાપરા
તા.જી.અમરેલી
૬) વિપુલભાઇ કેશુભાઇ સેજાણી ઉ.વ.૨૬ ધંધો,મજુરી રહે.અમરેલી, રોકડીયાપરા તા.જી.અમરેલી
(૭) જીગ્નેશભાઇ પ્રદિપભાઇ મોરવાડીયા ઉ.વ.૧૯ ધંધો.મજુરી રહે.અમરેલી, રોકડીયાપરા તા.જી.અમરેલી
પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૧૦,૨૪૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫ર કિં.રૂ.૦૦/-
મળી કુલ કિં.રૂ.૧૦,૨૪૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.પી.ભંડારી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી પી.બી.લક્કડ તથા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


