Gujarat

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના છેતરપીંડી અને વિશ્વાસધાતના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ

ભાવનગર રેન્જ આઇ.જી.પી શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલ માંથી ફરાર કેદીઓ પકડી પડવા અમરેલી જીલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અમરેલી વિભાગ અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.બી.લકકડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર તથા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૦૧૨૩૮।૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૧૯, ૧૨૦(બી), ૧૧૪, મુજબના ગુનાનો આરોપી છેલ્લા ત્રણ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય તેમજ મજકુર આરોપીનું સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ થયેલ હોય જે મજકુર લીસ્ટેડ આરોપીને બાતમી હકીકતના આધારે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગત :-
૧) નિલેષભાઇ ઉર્ફે નિલીયો સોની બાબુભાઇ થડેશ્વર ઉ.વ.૪૩ ધંધો.સોની કામ રહે.સરધાર તા.જી. રાજકોટ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની સુચનાથી અને શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અમરેલી વિભાગ અમરેલીના માર્ગદર્શન હેઠળ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી પી.બી.લકકડ તથા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230330-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *