કે આધાર પુરાવા વગરના એન્ડ્રોઇડ/સાદા મોબાઇલ ફોન નંગ-૮ કિ.રૂ.૨૭,૫૦૦/- ના શકપડતા મુદામાલ તરીકે કબ્જે કરતી અમરેલી તાલુકા પોલીસ ટીમ.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી.ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેંન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય, તેમજ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલી વિભાગ અમરેલીનાઓએ નાઓએ જીલ્લામાં મિલકત સબંધી જે ગુન્હાઓ બનેલ હોય અને અમરેલી જીલ્લાના નાગરિકોની મિલકત ચોરાયેલ હોય તેવા વણશોધાયેલ ગુન્હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રીકવર કરી તેના મુળ માલિકને મિલકત પાછી મળે તે માટે સધળા પ્રયત્નો કરવા અને આવા વણશોધાયેલ મિલકત સબંધી ગુન્હા ઓનાં ભેદ ઉકેલવા માર્ગ દર્શન આપેલ હતુ.અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી.પી.બી.લક્કડ નાઓની રાહબરી હેઠળ અમરેલી રૂરલ પોલીસની ટીમ દ્વારા આજરોજ તા.૦૬/૦૬/૨૦૨૩ નાં અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાવરકુંડલા ચોકડી પાસે પેટ્રોલીંગ દરમ્યાન એક ઇસમને શંકાસ્પદ અલગ-અલગ કંપનીના બીલ કે આધાર પુરાવા વગરના એન્ડ્રોઇડાસાદા મોબાઇલ ફોન નંગ-૮ કિ.રૂ.૨૭,૫૦૦ નો મુદ્દામાલ સાથે શક પડતી મિલકત તરીકે પકડી પાડેલ જે સી.આર.પી.સી.કલમ.૧૦૨ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) બચુભાઇ દુર્લભભાઇ સોલંકી ઉ.વ.૪૮ ધંધો મજુરી રહે.અમરેલી,તા.જી.અમરેલી
પકડાયેલ આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ ની વિગત :-
(૧) અમરેલી રૂરલ પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.ન.૩૦૪/૨૦૨૧ IPC કલમ.૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૩૩૭,૧૧૪
(૨) અમરેલી રૂરલ પો.સ્ટે.બી. પાર્ટ.ગુ.ર.નં.૧૫૦/૨૦૨૩ જી.પી.એકટ કલમ.૧૨૨(સી)
(૩) તાલાળા પો.સ્ટે. બી.પાર્ટ.ગુ.ર.નં.૩૦૪૮/૨૦૧૧ જી.પી.એકટ કલમ.૧૨૨(સી)
(૪) રાજુલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.ન.૧૪૭/૨૦૦૪ IPC કલમ ૩૬૩,૩૬૬,૫૦૬(૨),૧૧૪ (૫) રાજુલા પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.ન.૧૫૦/૨૦૦૬ IPC કલમ ૩૦૨
પકડાયેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) એક બ્લુ કલરનો વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેના IMEI નંબર 863883047298257
તથા 863883047298240 જે મોબાઇલ ફોનની કિ.રૂ.૬૦૦૦/- (૨) એક બ્લુ કલરનો સેમસંગ કંપનીનો એમ.૩૧ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેના IMEI નંબર
355604112905476 તથા 355605112905473 જે મોબાઇલ ફોનની કિ.રૂ. ૪,૦૦૦/- (૩) એક સીલ્વર કલરનો સેમસંગ કંપનીનો એસ.એમ.જેજ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેના IMEI નંબર
358302090500735 તથા 358303090500733 જે મોબાઇલ ફોનની કિ.રૂ. ૫,૦૦૦/-
(૪) એક કાળા કલરનો એપલ કંપનીનો આઇફોન મોડલ નં.એ૧૩૮૭ જુના જેવો કિ.રૂ. ૮,૦૦૦/-
(૫) એક સફેદ કલરનો સેમસંગ કંપનીનો જીટી.૧૯૦૬૦ એન્ડ્રોઇડ ફોન જેના IMEI નંબર358312065134006 તથા
358313065134004 B.3. 3,000/-
(૬) એક સફેદ કલરનો સેમસંગ કંપનીનો સાદો મોબાઇલ ફોન જૈના IMEI નંબર 350260602792661 કિ.રૂ. ૫૦૦/-
(૭) એક કાળા કલરનો આઇટેલ કંપનીનો સાદો ફોન જેના IMEI નંબર જોતા 359201701895568 તથા 359201701895576 જે મોબાઇલ ફોનની કિ.રૂ. ૫૦૦/-
૮) એક કાળા કલરનો આઇટેલ કંપનીનો સાદો ફોન જેના IMEI નંબર જોતા 356534904113501 તથા 356534904113519 જે મોબાઇલ ફોનની કિ.રૂ. ૫૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૨૭,૫૦૦/-
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબની સુચનાથી અને શ્રી. જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અમરેલી વિભાગ અમરેલીના માર્ગદર્શન હેઠળ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી પી.બી.લકકડ તથા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


