Gujarat

અમરેલી ના ધારાસભ્ય અને રાજ્યના ઉપમુખ્ય દંડક કૌશિક વેકરીયા એ કરી નગર ચર્યા ….

અમરેલી…..
ઠેર ઠેર કૌશિક વેકરીયા ના વધામણા ફૂલ હાર કરી સ્વાગત કરાયું…
શહેરના મોટા વેપારીઓ થી લઇ નાના રેકડી ચલાવનાર વ્યાપારીઓ સુધી તમામ ની મુલાકાત લીધી….
કોઈ પણ જાતનું અભિમાન કે હોદ્દાનો પાવર વિના જોવા મળ્યો માત્ર લોક પ્રેમ …
શેરડીના શિચોડા ઉપર રસ પીવાની પણ મજા માણતા જોવા મળ્યા કૌશિક વેકરીયા.. …
અમરેલીના ધારાસભ્ય અને રાજ્યના ઉપમૂખ્ય દંડક કૌશિક વેકરીયા આજે શહેરના વેપારી મંડળને ડોર ટુ ડોર મળ્યા તેમજ સુરક્ષાને લઈ રૂબરૂ વાતચીત કરી હતી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા લોકોની સુરક્ષા અપાઈ રહી છે તે અનુસંધાને dysp જે.પી ભંડારી અને પોલીસ કર્મચારીઓ તેમજ અમરેલી ભાજપના આગેવાનો સાથે રાખી લોકો ના હાલચાલ પૂછ્યા હતા અને લોકોને જણાવ્યું હતું કે કાઈ પણ તકલીફ હોય તો પોલીસને અથવા અમને જણાવો અમે તેનો હાલ કરીશું અને આપની તકલીફ દૂર કરીશું…
અમરેલી માં થનાર વિજ્ઞાન કેન્દ્ર વિશે જાણકારી આપતા કૌશિક વેકરીયા એ જણાવ્યું હતું કે સરકાર દ્વારા 20 કરોડ રૂપિયા મંજૂર થઈ ચુક્યા છે જમીન પણ અમરેલીમાં ફાળવાઇ ગઈ છે  ગઈકાલે સી.એમ સાથે વાત થઈ છે ટૂંક સમયમાં જ ટેન્ડર પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે ….
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG_20230419_16061603.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *