Gujarat

અમરેલી યુવક કોંગ્રેસ દ્વારા જીલ્લા યુવક કોંગ્રેસ ની કારોબારી બેઠક મળી.

અમરેલી જીલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ ના અધ્યક્ષ હરપાલસિંહ ચુડાસમા ના અધ્યક્ષ સ્થાને કારોબારી બેઠક યોજાઈ હતી. જેમા સંગઠનાત્મક ચર્ચા કરવામા આવી હતી. તથા ભય,ભ્રમ અને ભ્રષ્ટાચાર થી ચાલતી સરકાર ની નિરંકુશતા સામે જ્યારે રાજ્ય અને જીલ્લા ની પ્રજા ત્રસ્ત છે અને યુવાનો બેરોજગારી નો સામનો કરી રહ્યા છે ત્યારે આવનાર સમય મા યુવાનો ના પ્રશ્નો ના નિરાકરણ માટેના કાર્યક્રમો અને રચનાત્મક કાર્યક્રમ ના આયોજન થી યુવાનો નો અવાજ યુવક કોંગ્રેસ બનશે તેવા કાર્યક્રમો ના આયોજન માટે આ બેઠક યોજાઈ હતી. આ બેઠક મા પ્રદેશ યુવક કોંગ્રેસ ના ઉપપ્રમુખ અજયભાઈ જોટવા,પ્રદેશ યુવક કોંગ્રેસ ના મહામંત્રી તથા જીલ્લા પ્રભારી આદિત્યસિંહ ગોહિલ,પવનભાઇ મજેઠીયા અમરેલી જીલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ દેવરાજભાઈ બાબરીયા, ટીકુભાઇ વરુ સમીરભાઈ કુરેશી કેતનભાઇ ખુમાણ NSUI પ્રમુખ સાહીલ શેખ ભરતભાઇ ગીડા અશ્વિનભાઇ ધામેલીયા નિર્મલભાઈ પટેલ મનીષભાઈ ભંડેરી મોનિલ ગોંડલીયા કુમનભાઇ રૈયાણી રાજુભાઈ કનાળા તથા તમામ તાલુકા અને વિધાનસભા ના પ્રમુખો હાજર રહ્યા હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230526-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *