Gujarat

અમરેલી વલ્લભીપુર રોડ નજીક ટ્રક ડ્રાઈવરે ગોવાળને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત થયું

ભાવનગર
અમરેલી વલ્લભીપુર રોડ પર ડેડકડી ગામ નજીક કાળમુખા ટ્રકે ઘેટાં બકરાં ચરવતા ગોવાળને અડફેટે લેતાં મોત નિપજ્યું છે. ડેડકડી ગામ નજીક ટ્રક ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા આધેડ વયના ગોવાળનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. મૃતકનું નામ વશરામ ભાઈ બુધેલિયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઉનાળામાં માલ ઢોરને ઘાસચારોના મળતા પેટીયું રળવા માલધારી પરિવાર ડેડકડી આવ્યો હતો. મૃતદેહને પી.એમ અર્થે ઉમરાળા હોસ્પિટલે ખસેડાયો છે.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *