Gujarat

અમરેલી શહેરમાં આઇ.પી.એલ.ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટાનો જુગાર રમી રમાડતા એક ઇસમને કુલ કિં.રૂ.૨૩,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,. અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમે ગઇ કાલ તા.૧૩/૦૪/૨૦૨૩ નાં બાતમી હકિકત આધારે અમરેલી, જુના માર્કેટ યાર્ડ ખાતેથી એક ઇસમને આઇ.પી.એલ. ૨૦૨૩ ની પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ ઉપર પોતાના એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં વોટસએપ મારફતે ઓનલાઇન આઇ.ડી.ની આપ લે કરી, પૈસા વડે ‘“ક્રિકેટનો સટ્ટો” રમી/રમાડતા પકડી પાડી, જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
નીરવ ઉર્ફે લાલો ચંદુભાઇ ભીમજીયાણી, ઉ.વ.૩૦, રહે.ચલાલા, શકિત શેરી, મેઇન બજાર, તા.ધારી, જિ.અમરેલી.
પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૧૫,૩૦૦/- તથા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન – ૧ કિ.રૂ.૮,૦૦૦/- તથા ક્રિકેટ ટીમના નામો/આંકડાઓ લખેલ ચિઠ્ઠી – ૧ કિ.રૂ.૦૦/- મળી કુલ કિ.રૂ.૨૩,૩૦૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના હેડ કોન્સ. અજયભાઇ સોલંકી, તથા પો.કોન્સ. કિશનભાઇ આંસોદરીયા, ઉદયભાઇ મેણીયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG_20230414_195353.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *