Gujarat

અમરેલી શહેરમાં ચકચાર મચાવનાર એવા ગૌવંશનો કત્લ કરનાર નરાધમ આરોપીઓને ૧૦ વર્ષની સજા તેમજ એક લાખનો દંડ ફટકારતી અમરેલી ડીસ્ટ્રીકટ કોર્ટ

ગૌવંશ માટે ગુજરાત સરકાર તરફથી અમરેલી જિલ્લા માટે સ્પેશ્યલ પી.પી. તરીકે નિમણુંક આપેલ બાહોશ એડવોકેટ ચંદ્રેશભાઇ મહેતાની ધારદાર દલીલો અને હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને રાખી અમરેલીના મો. પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબશ્રી આર.ટી. વચ્છાણી સાહેબે આરોપીઓને આકરી સજા ફટકારેલ છે તમામ જીવદયા પ્રેમીઓએ આ હુકમને આવકારી હર્ષની લાગણી છવાઇ ગયેલ છે
આ બનાવની વિગત એવા પ્રકારની છે કે, તા. ૨૦–૧૨–૨૦૨૦ ના રોજ અમરેલી શહેરમાં ગાય એ હિન્દુ ધર્મનું પવિત્ર પ્રતિક માનવામાં આવે છે તેને પોતાના આર્થિક ફાયદા માટે ઇરાદા પુર્વક ગૌવંશ વાછરડાનું કત્લ કરનાર આ કામના આરોપીઓ રફીક ઉર્ફે શેટ્ટી આદમભાઇ કાલવા તથા ફરીદ ભવાનભાઇ ૨ઇશ એ તેમના હવાલાવાળી મહિન્દ્રા માર્શલ ગાડીમાં લઇ જતા હોય, જે બાબતની બાતમી મળતા અમરેલી સીટીના પોલીસ અધિકારીઓએ આ આરોપીઓની ઘરે રેઇડ પાડતા બંને આરોપીઓના ઘરેથી ગૌમાસ મળી આવતા બંને આરોપીઓ રંગે હાથ ઝડપાયા હતા અને આ કામના બંને આરોપીઓ વિરૂધ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ ૧૯૫૪ (સુધારા અધિનિયમ-૨૦૧૭) ની કલમ પ(૧-ક), ૬(એ)(૧)(૩)(૪), ૬(બી), ૮, ૧૦ તથા પશુ તરફ ઘાતકી વર્તન અટકાવવા માટેનો કાયદો ૧૯૬૦ ની કલમ ૧૧(૧)(એ)(એલ) તથા આઇ.પી.સી. કલમ – ૨૬૮, ૨૯૫, ૪૨૯ ૧૨૦(બી) તથા જી.પી. એકટ ની કલમ – ૧૧૯ મુજબની ચાર્જશીટ કરવામાં આવેલી. આ બનાવમાં હિન્દુઓની લાગણી દુભાય તેવી હોય જેથી સરકારે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ગૌવંશ માટે ગુજરાત સરકાર તરફથી અમરેલી જિલ્લા માટે સ્પેશ્યલ પી.પી. તરીકે નિમણૂંક આપેલ એવા અમરેલીના બાહોશ એડવોકેટ ચંદ્રેશભાઇ મહેતાએ આ બનાવની કરૂણા અને ગંભીરતા જોતા ધારદાર દલીલો અને હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ નામદાર કોર્ટ સમક્ષ રજુ કરેલા, જે તમામ પ્રાવાઓને ધ્યાને રાખી નામદાર અમરેલીના મહે. પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબશ્રી આર.ટી. વચ્છાણી એ આ નરાધમ આરોપી નં. ૧ રફીક ઉર્ફે શેટ્ટી આદમભાઇ કાલવાને ભારતીય દંડ સંહિતાની કલમ – ૨૯૫ મુજબ બે વર્ષની સખત કેદની સજા અને રૂા. ૨૦૦૦– નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા તથા ભારતીય દંડ સંહિતાની કલમ – ૪૨૯ મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂા. ૩૦૦૦/- નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા તથા ગુજરાત પોલીસ એકટની કલમ – ૧૯૯ મુજબ એક માસની કેદની સજા અને રૂા.૧૦૦/– નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે માસની કેદની સજા તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ ૧૯૫૪ (સુધારા અધિનિયમ–૨૦૧૭) ની કલમ ૫(૧-૬), ૬(એ)(૧)(૩)(૪), ૬(બી), ૮, ૧૦ મુજબ ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂા. ૧,૦૦,૦૦૦/– નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે માસની કેદની સજા તથા પશુ તરફ ઘાતકી વર્તન અટકાવવા માટેનો કાયદો ૧૯૬૦ની કલમ ૧૧(૧)(એ)(એલ) સાથે વાંચતા આઇ.પી.સી. કલમ ૧૨૦(બી) મુજબ ત્રણ માસ ની સાદી કેદની સજા અને રૂા. ૧૦૦/- નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક માસની કેદની આકરી સજા ફટકારેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230511-WA0106.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *