અમરેલી શહેરની અંદર આવેલ કામનાથ જળાશય માં વિપુલ પ્રમાણમાં પાણી નો જથ્થો સચવાયેલો રહે છે, અને અમરેલી શહેર નાં મોટા ભાગનાં વિસ્તારોમાં આ જળાશય નાં લીધે જળ સ્તર ખુબ ઉંચુ આવેલ છે. પરંતુ પાછલા ઘણા સમયથી આ જળાશય માટી અને કાંપ થી ભરાઈ ગયેલ છે પરિણામે પાણીનો સંગ્રહ ખુબજ ઓછો થાય છે જેના લીધે અમરેલી શહેરનાં વિસ્તારોનું જળસ્તર નીચું ગયેલ છે. પણ જો આ જળાશય માં કામનાથ મંદિર થી લઈને સોમનાથ મહાદેવનાં મંદિર સુધીનાં તળાવને વડી અને ઠેબી નદીનાં તળાવને ઉંડુ ઉતારવામાં આવે તો તેની માટી અને કાંપ ખેડૂતોને વિના મૂલ્યે મળી શકે તથા જળાશય ઠંડુ થવાથી જળ સંચયનીં કામગીરી ખુબ મોટા પ્રમાણમાં થાય તેમ છે, પરિણામે અમરેલી શહેરનાં મોટા ભાગનાં વિસ્તારો માં જળસ્તર ખુબજ ઉંચુ આવી શકે એમ છે.તો તાત્કાલિક ધોરણે તળાવને ઉંડુ ઉતારવાની કામગીરી શરૂ કરાવામાં આવે તેવી માંગ સાથે અમરેલી શહેર ભાજપ મહામંત્રી રાજેશ માંગરોળીયા દ્વારા અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાને લેખિતમાં કરાઇ રજૂઆત
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


