ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજ્ય ગાંધીનગર* દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, વેચાણ અટકાવવા ખાસ સ્પેશ્યલ ડ્રાઈવ (ઝુંબેશ) તા.૦૨/૦૪/૨૦૨૩ થી તા.૨૧/૦૪/૨૦૨૩ સુધીનું આયોજન કરવામાં આવેલ હોય, જેના ભાગ રૂપે *એ.ટી.એસ.* ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે.
જે અનુસંઘાને *શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગર* નાંઓની જરૂરી સુચનાં અને માર્ગદર્શન હેઠળ *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ* નાઓએ *એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ,* તથા *એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.જી.મારૂ,* તથા *એસ.ઓ.જી. ટીમ* ને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાઘનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, *એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ,* તથા *એસ.ઓ.જી.ટીમ* અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, અમરેલી શહેરમાં રહેતા જેતુનબેન ઉર્ફે નજુબેન અબુશા ઓઠા, રહેવાસી-અમરેલી, જુમા મસ્જીદ, મોટા કસ્બાવાડ, ગુદીયા ચોરા પાસે, તા.જી.અમરેલીવાળી પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે. તેવી ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત અન્વયે સદરહું જગ્યાએ રેઇડ કરતા એક મહિલાને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
*પકડાયેલ મહિલા આરોપી ઃ-*
જેતુનબેન ઉર્ફે નજુબેન અબુશા ઓઠા, ઉ.વ.-૫૦, રહે.અમરેલી, જુમા મસ્જીદ, મોટા કસ્બાવાડ, ગુદીયા ચોરા પાસે, તા.જી.અમરેલી.
*પકડવાનાં બાકી રહેલ આરોપી ઃ-*
(૧) સોહિલ હારૂનભાઇ અગવાન, રહે.અમરેલી, બહારપરા, મંડોરા શેરી, તા.જિ.અમરેલી.
(૨) સમીર જમાલભઇ કુરેશી, રહે.અમરેલી, સંધી સોસાયટી, ઓપન જેલની પાછળ, તા.જિ.અમરેલી.
*કબ્જે કરેલ મુદ્દામાલ ઃ-*
માદક પદાર્થ ભેજવાળો ૨ કીલો ૦.૧૫ ગ્રામ કિ.રૂા.૨૦,૧૫૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧, કિ.રૂા.૫૦૦/-મળી કુલ કિ.રૂા.૨૦,૬૫૦/- મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે મજકુર મહિલાને વઘુ તપાસ અર્થે અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
આ કામગીરી *અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ,* નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ *એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ,* તથા *એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.જી.મારૂ,* તથા *એસ.ઓ.જી.ટીમનાં એ.એસ.આઇ. યુવરાજસિંહ સરવૈયા, સંજયભાઇ પરમાર, તથા હેડ કોન્સ., મનિષદાન ગઢવી, તથા પો.કોન્સ., જયરાજભાઇ વાળા, ડ્રા.પો.કોન્સ. હીનાબેન મેવાડા, તથા જનકભાઇ કુવાડીયા,* દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


