Gujarat

અમરેલી સીટી પો.સ્ટે. ” e-FIR ” દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુન્હામા એક ઇસમને ચોરી કરેલ મોબાઇલ ફ્રોન સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમા વધારો કરી,વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ઘરે બેઠા ઓનલાઇન ફરીયાદ કરી શકે તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ્લીકેશન મારફતે ફરીયાદ કરવા “e-FR” ની સવિધાનો પ્રારંભ કરવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ફોન ચોરી અંગે દાખલ કરવામાં આવતી “e-FIR”અન્વયે સુચનો અને માર્ગદર્શીકા જાહેર કરવામાં આવેલ હોય.જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં “ e-FIR ” થી દાખલ થયેલ ગુન્હાઓના આરોપીઓને પકડી પાડી,નાગરીકોના ચોરાયેલ વાહનો મોબાઇલ ફોન પાછા મળી રહે તે માટે જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી સીટી પો.સ્ટે. પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના મુજબ સદરહું ગુન્હાની તપાસ હાથ ધરવામાં આવેલ હોય અને તા.૧૫/૦૪/૨૦૨૩ ના રોજ અમરેલી નાગનાથ નાના બસ સ્ટેન્ડ પાસેથી એક ઇસમને શંકાસ્પદ હાલતમા પકડી પાડેલ અને તેની અંગઝડતી કરતા ચોરીમા ગયેલ મોબાઇલ ફોન મળી આવતા પકડાયેલ ઇસમને ગુનાના કામે ધોરણસર અટક કરેલ છે.

પકડાયેલ મુદ્દામાલની વિગતઃ- અમરેલી સીટી પો.સ્ટે.ગુ.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૧૮૩/૨૦૨૩ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરી થયેલ મોબાઇલ ફોન રેડમી કંપનીનો 10 PRIME મોડેલ નો કી.રૂ.૧૧,૦૦૦/- નો મોબાઇલ ફોન આરોપી પાસેથી રીકવર કરેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
રમેશભાઇ કરશનભાઇ નાવલ ઉ.વ.૩૭ ધંધો.કડીયાકામ રહે કાકરડી મોલી ના ગીર ગઢડા જી.ગીર સોમનાથ
આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.સર્વેલ્સ ટીમના હેડ કોન્સ.દિનેશભાઇ વિનુભાઇ તથા પો.કોન્સ જગદીશભાઇ સાર્દુળભાઇ તથા ધવલભાઇ દિલીપભાઇ તથા રાજેન્દ્રભાઇ દકુભાઇ તથા અશોકસિંહ ઘેલાભાઇ તથા તથા ચિરાગભાઇ કાળુભાઇ તથા વનરાજભાઇ વલકુભાઇ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG_20230416_124223.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *