અમરેલી *પોલીસ અધિકક્ષ શ્રી હિમકર સિંહ સાહેબ* દ્વારા અમરેલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ના કર્મચારીઓ નું પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અમરેલી જિલ્લામાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ની સેવા થકી મહિલાઓને અવાર-નવાર મદદગાર બની છે.જે અનુસંધાને તારીખ ૪/૦૫/૨૦૨૨ ના રોજ સમચાર પત્રમાં ૧૮૧ થકી આપઘાત કરવા જતી મહિલાના બચાવ અંગે ની કામગીરી અંગે વિગતો વંચાણે લઈ પ્રસિધ થયેલ સમચાર અનુસંધાને *”અમરેલી જિલ્લા પોલીસ અધિકક્ષ શ્રી હિમકર સિંહ* દ્વારા ૧૮૧ અભયમ ટીમ ના કાઉન્સેલર પરમાર હીના, જીઆરડી મનીષાબેન માધાડ તથા જગદીશભાઈ મોરે ને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આજ રીતે સારી કામગીરી કરી ઉતકૃષ્ટતા તથા શ્રેષ્ઠતાના સર્વોત્તમ સ્તર સુધી પહોંચાડવામાં પોતાનો ફાળો આપતા રહેશો એવી અપેક્ષા સહ શુભેચ્છાઓ આપી હતી.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


