Gujarat

અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા શ્રી દામનગર પે સે. શાળા નં -૨ માં બાળકો અને શિક્ષકોને ૮૫ ટેબલેટનું વિતરણ કાર્યક્રમ સંપન્ન.

અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા
શ્રી દામનગર પે સે. શાળા નં -૨ માં બાળકો અને શિક્ષકોને ૮૫ ટેબલેટનું વિતરણ કાર્યક્રમ સંપન્ન.
લાઠી તાલુકાની શ્રી દામનગર પે સે. શ્રીમતિ નર્મદાબેન માધવરાવ સવાણી શાળા નં-૨ ખાતે તા.૩૦-૧૨-૨૨ ને શુક્રવારે અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ચાલતા ડિજિટલ ઇકવીલાઈઝર પ્રોગ્રામ અંતર્ગત દીપ શાળા પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ સાતના તમામ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 6 થી 8 ના શિક્ષકોને ટેબલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ શ્રી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ગોપાલભાઈ અઘેરા સાહેબના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમમાં નગરપાલિકાના મહિલા પ્રમુખના પતિ પ્રિતેશભાઈ નારોલા અગ્રણી વેપારી શ્રી સંજયભાઈ તન્ના ,SMC કમિટીના તમામ સભ્યો, ,પત્રકાર શ્ અતુલભાઈ શુક્લ,વિમલભાઈ ઠાકર, દીપશાળા પ્રોજેક્ટ
લાઠી AIF ક્લસ્ટર કોર્ડીનેટર મુકેશભાઈ હેલૈયા, અમિતભાઈ તથા AIF STAF, શાળા ના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના વાલીઓની હાજરીમાં ટેબલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. દીપ શાળા પ્રોજેક્ટના દાતાશ્રી ભરતભાઈ દેસાઈ, માર્ગદર્શક શ્રી અમિતભાઈ, મુકેશભાઈ અને સમગ્ર AIF ટીમ/સંસ્થા અમરેલી નો આભાર દામનગર પે સે. શાળા નં -૨ ના આચાર્ય લાભેશભાઈ રાશિયા તથા સમગ્ર સ્ટાફ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ. ( અતુલ શુક્લ.)

IMG-20230101-WA0082-1.jpg IMG-20230101-WA0083-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *