પ્રાંતિજ ના ભાગપુર ખાતે સાંસદ ના નિવાસ માંથી ૮.૭૦ લાખ ની ચોરીમેન દરવાજાનું તાળુ તોડી તસ્કરોએ ત્રણ તોજારીઓ તોડી ચાંદીના સિકકા અને વાસણો સહિત સોના દાગીના સહિત એક લાખ રોકડ રકમ ની ચોરી સાંસદ ના પુત્ર એ પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ કરી તસ્કરોએ રોકડ રકમ સહિત સોના-ચાંદીના દાગીના ની ચોરી
પ્રાંતિજ ના ભાગપુર ખાતે રહેતા અને સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડ ના નિવાસ સ્થાને તસ્કરો ત્રાટક્યા મેન દરવાજા નુ તાળુ તોડી ચાંદી ના સિકકા અને વાસણો સહિત સોનાના દાગીના અને એક લાખ રૂપિયા રોકડા સહિત કુલ-૮.૭૦ લાખ ની મતાની ચોરી કરી તસ્કરો પલાયન થતા સાંસદ ના પુત્ર દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી
પ્રાંતિજ ના ભાગપુર ખાતે આવેલ સાંસદ દિપસિંહ રાઠોડ ની આશ્રમ મા આવેલ તેમના નિવાસ સ્થાને તસ્કરો ત્રાટક્યા જેમા અજાણ્યા તસ્કરોએ બુધવાર ની રાત્રીએ આશ્રમ શાળામા પ્રવેશ કરી આશ્રમ શાળા મા આવેલ સાંસદ ના મકાન નો મેન દરવાજા નુ તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાન મા રહેલ સર-સામાન વેર વિખેર કર્યો હતો તો મકાન મા રહેલ ત્રણ તિજોરીઓ ના તાળા તોડયા હતા જેમા તિજોરીમા રહેલ ચાંદીના સિક્કાઓ અને વાસણો સહિત સોનાના દાગીના સહિત તિજોરીમા રહેલ એકલાખ રૂપિયા ની રોકડ રકમ સહિત ની ચોરી કરી હતી તો હાલ સાંસદ અમેરિકા ખાતે પ્રવાસ મા હોય તેમના પુત્ર ને ચોરી અંગેની જાણ થતા તેવોએ પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા જાણ કરી હતી અને પ્રાંતિજ પોલીસ સાંસદ ના પુત્ર રણજીતસિંહ ની ફરિયાદ ને લઈ ને અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ લઇ ને સ્થળ ઉપર દોડીઆવીને તપાસ હાથધરી હતી તો તસ્કરોએ સાંસદ ના ધરે અન્ય દસ્તાવેજો તથા કિંમતી વસ્તુઓ હોવા છતાંય માત્ર તિજોરી ના તાળા તોડી તિજોરી મા રહેલ સોનાના દાગીના , ચાંદીના વાસણો , ચાંદીના સિક્કાઓ અને રોકડ રકમ એક લાખ મળી કુલ-૮.૭૦લાખ ની ચોરી કરી હોવાનુ જાણવા મળ્યુ હતુ
જેમાં ધરેણા – સૌ ચાંદીના સિક્કા , દસ બિસ્કીટ , ચાર ગ્લાસ , બે થાળી , ચાર વાટકી , તથા બે ચમચી તેમ મળી આશરે ૬ કિલો ચાંદી જેની કિંમત ૪૨૦૦૦૦ તથા ૧.૫ તોલા ની એક સોનાનો દોરો ,૨.૫ તોલા ની ચાર વીટી , એક-એક તોલાની બે સિકકા તથા એક તોલાની પેંડલ મળી આશરે ૭ તોલા ની સોના ની વસ્તુઓ જેની ૩૫૦૦૦૦ તથા પેડલ-૨૦ તથા ચલણી નોટો-૫૦૦ રોકડ -૧,૦૦,૦૦૦ મળી કુલ-૮,૭૦,૦૦૦ ની ચોરી કરી તો પ્રાંતિજ પોલીસ દ્રારા સાંસદ ના પુત્ર રણજીતસિંહ રાઠોડ ની ફરિયાદ ને લઈ ને અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ આઇપીસીકલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ ગુનોનોંધી તપાસ હાથધરી હતી તો ચોરીને લઈ ને એફ.એસ.એલ તથા ડોગ સ્કવોડ ની પણ મદદત પણ લેવામા આવી હતી અને પોલીસ દ્રારા તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો
ઉમંગરાવલ સાબરકાંઠા


