સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ' ની રાજય અને જિલ્લા કક્ષાએ
મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના
પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ 'તાલુકા સ્વાગત ફરીયાદ
નિવારણ કાર્યક્રમ' દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે.
જે અંતર્ગત, જોડીયા તાલુકામાં 'તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' આગામી તા.
26/04/2023 ના રોજ સવારના 11:30 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી અધિક નિવાસી
કલેકટરશ્રી, જામનગરના અધ્યક્ષસ્થાને જોડીયા મામલતદાર કચેરીના મિટિંગ હોલમાં યોજવામાં
આવશે.
તેથી, આગામી તા. 22 એપ્રિલ સુધીમાં અરજદારોએ તેમની અરજી મોકલી દેવાની રહેશે.
અરજી મોકલતી વખતે અરજદારોએ નીચે જણાવેલી તમામ બાબતોનું પાલન કરવાનું રહેશે. જે
અંતર્ગત,
(1) જો ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો તે ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રીશ્રી અથવા ગ્રામ
સેવકશ્રીને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત રહેલી હોય.
(2) જો તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં
રજુઆત કરેલી હોવી જોઈએ અને રજૂ કરેલો પ્રશ્ન અનિર્ણિત હોવો જોઈએ, તો જ અરજી
સ્વીકારવામાં આવશે.
(3) આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકાર ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય તેવા
પ્રશ્નો જ હોવા જોઈએ.
(4) આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર- પુરાવા સાથે રજુઆત કરી
શકશે.
(5) આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો
કરી શકશે નહીં. તેમ મામલતદારશ્રી, જોડીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જોડીયા તાલુકાના તમામ નાગરિકોને આ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે અનુરોધ
કરવામાં આવે છે.
