Gujarat

અરે!! ઓ સાહેબ, સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલ વીજપોલ નમી ગયો… 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
 ગ્લોબલ વોર્મિંગના યુગમાં બદલાતી હવામાનની પેટર્નમાં વાતાવરણમાં અચાનક પલટો આવવાની સંભાવના પણ નિર્માણ પામી શકે. ભારે પવન કે વરસાદને કારણે પણ ક્યારેક કોઈ દુર્ઘટના ન સર્જાય તેની તકેદારીના ભાગરુપે તેનું યોગ્ય સમારકામ તંત્ર દ્વારા યુધ્ધના હાથ ધરવામાં આવે એવું આ રસ્તા પરથી પસાર થતા લોકો ઈચ્છી રહ્યા છે.
———————————————————————
 સાવરકુંડલા શહેરમાં આવેલ હાથસણી રોડ પર આવેલ વીજપોલ નમી ગયો. આ વીજ પોલ છેલ્લા ત્રણ ચાર દિવસથી ઈજાગ્રસ્ત હોય તેવી હાલતમાં નમેલો જોવા મળે છે. એક તો હાથસણી રોડ એટલે ભરચક ટ્રાફિકથી ધમધમતો રોડ એમાં આ અંદાજિત પિસ્તાલીશ ડિગ્રી ઝૂકેલો વીજપોલ. આ રોડ પર આવતાં જતાં વાહનો વચ્ચે આ થાંભલો ઝૂકીને સલામ કરતો હોય તેવું લાગે છે.!! હાલ વર્તમાન સમયમાં આ ગ્લોબલ વોર્મિંગના યુગમાં ક્યારેક ભારે પવન પણ ફૂંકાય શકે છે. આવા સમયે આ વીજપોલ ઝૂકેલો હોવાથી નીચે રસ્તા પર પડવાની સંભાવનાને નકારી શકાય નહીં. સલંગ્ન તંત્ર દ્વારા આ થાંભલાને ફરી પાછો મૂળ સ્થિતિમાં નેવું અંશે ટટ્ટાર ઊભો રહે તેવી કાર્યવાહી કરવી જરૂરી છે  તેવું આ થાંભલા પાસેથી પસાર થતાં લોકો બોલી રહ્યા છે.. કોઈ દુર્ઘટના સર્જાઈ એ પહેલાં તાકીદે આ વીજપોલનું સમારકામ કરવું જરૂરી છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અગમચેતીના ભાગ રૂપે પણ સાવરકુંડલા શહેરનાં આ હાથસણી રોડ પર આવેલા નમેલા વીજપોલનું  તાકીદે યોગ્ય સમારકામ થાય તેવું આમજનતા ઈચ્છે છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *