૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી “૧૮૧અભયમ મહિલા હેલ્પલાઈન” સેવા શરુ કરવામાં આવી હતી.
“૮ વર્ષ ની સફળ કામગીરી દરમ્યાન અમરેલી જિલ્લામાં કુલ 19448 જેટલા મહિલાઓ ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન સેવાની મદદનો લાભ લીધો”
ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોંચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ- સુચન માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “૧૮૧ મહિલા હેલ્પલાઈન” ની સુવિધા શરુ કરવામાં આવી હતી
ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્રારા કાર્યાન્વિત અને ઈ. એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલિત એક અભિનવ હેલ્પલાઇન તરીકે અભયમ 181 મહિલા હેલપલાઇન લાઇન પિડીત મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થીનીઓ, અને સીનીયર સિટીઝન મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. અભયમ હેલ્પલાઇન 24×7 વિનામૂલ્યે સેવાઓ પુરી પાડી રહી છે, જેથી દિન પ્રતિદિન ગુજરાત ની મહિલાઓમાં અનેરો વિશ્વાસ સંપાદિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી રહીં છે. ગુજરાત સરકાર ની મહિલાઓ પ્રતિ કટિબદ્ધતા પુરવાર કરી રહેલ છે. કઠવાડા અમદાવાદ ખાતે ની ટેકનિકલ સુવિધા થી સુસજ્જ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પિડીત મહીલાને ઝડપી પ્રતિસાદ આપી ઘટના સ્થળે અભયમ રેસ્ક્યુ ટીમ મદદ માર્ગદર્શન અને બચાવ ની સેવાઓ આપી રહી છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી જશવંત પ્રજાપતિ અને પ્રોજેક્ટ હેડ શ્રી નરેન્દ્રસિંહ ગોહિલ નાં માર્ગદર્શન હેઠળ ગુજરાત ના તમામ જિલ્લાઓ માં અભયમ સેવાઓ અસરકારતાથી આગળ વધી રહી છે. મહિલાઓ પર થતા શારીરિક, માનસિક, જાતિય અત્યાચાર સહિત ઘરેલું હિંસા સહિત ના કિસ્સાઓ, કામ નાં સ્થળે જાતિય સતામણી, લગ્નજીવનના વિખવાદો, લગ્નેતર સંબંધ, મનોરોગી મહિલાઓ ની સમસ્યાઓ, બાળ જન્મ, બાળ લગ્ન, બિન જરુરી ફોન કોલ-મેસેજ થી હેરાનગતિ, મહિલા ને મિલકતમાં ભાગીદારી, છેડતી, સાયબર ક્રાઇમ,બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સાઓ મા મદદરૂપ બનેલ છે. અસરકારક કાઉન્સિલગ દ્વારા વિખરાતા પરિવારને બચાવ્યા ની અનોખી કામગિરી કે મનોરોગી મહિલાઓ ને પરિવાર સાથે મિલન કે સુરક્ષિત આશ્રય અપાવવો કે આત્મહત્યા ના વિચારોમાંથી મુક્તિ નાં કેસ મા આજે ૧૮૧અભયમ વધુ ને વધુ સુદ્રઢતા થી સેવાઓ પહોંચાડી રહી છે. અનેક મહિલાઓના જીવન માં એક આશાનું કિરણ, સુખમય જીવન જીવવા અભયમ પ્રેરણાદાયી બની રહ્યું છે તેથી જ તો ગુજરાત ની મહિલાઓ ૧૮૧અભયમ ને પોતાની સાચી સખી સાહેલી તરીકે વિશ્વાસુ બની રહી છે. અભયમ સેવા સરકારશ્રી ના અન્ય વિભાગો સાથે નું મજબુત સંકલન, સુસજ્જ ટેકનિકલ માળખુ, પ્રોફેશનલ ટીમ, સ્ટેક હોલ્ડર સાથે સંક્લન અને સેવાભાવના ની કટિબદ્ધતા થી ઝડપી સેવાઓ પહોંચાડવામાં અસરકારકતાથી કાર્ય કરી રહેલ છે. અભયમ મોબાઈલ એપ્લિકેશન, અભયમ પોલિસ હેલ્પ ડેસ્ક પણ ઝડપી સેવાઓમાં ઉપયોગી નિવડી રહ્યું છે.
ગુજરાત રાજ્ય માંથી વર્ષ 2015 થી અત્યાર સુધી1176102 જેટલા મહિલાઓ એ સલાહ – સૂચન,મદદ અને બચાવ માટે 181 મહિલા હેલ્પલાઇન માં કૉલ કરેલ અને જેમાંથી ખાસ કિસ્સાઓમાં ઘટના સ્થળે પહોંચી237901 જેટલા પિડીત મહિલાઓ ને રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવ અને મદદ પહોંચાડવામાં આવી હતી. બાકી ના મહિલાઓ ને માર્ગદર્શન અને સંદર્ભ સેવાઓ આપવામાં આવી હતી.
૮ વર્ષ ની સફળ કામગીરી દરમ્યાન ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈન દ્વારા અમરેલી જિલ્લામાં કુલ 19448 જેટલા મહિલાઓ ને જરૂરિયાત મુજબ સલાહ-સુચન, માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડેલ છે. અને ૧૮૧ ‘અભયમ‘ એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપઃ ૧૮૧ અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટિમ જઇ ને 3968 જેટલી મહિલાઓને મદદ પુરી પાડેલ છે.
વર્ષ ૨૦૨૨માં જૂનાગઢ ૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્વારા 526 પીડિત મહિલાઓને ઘટના સ્થળ પર જ મદદ પહોંચાડવામાં આવી હતી જેમાંથી 326 જેટલા કિસ્સાઓમાં કુશળ કાઉન્સિલિંગ દ્વારા સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં આવેલ અને અન્ય180 કિસ્સાઓમાં પીડિતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિત મહિલાઓને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન મહિલા સહાયતા કેન્દ્ર સખી વન સ્ટોપ સેન્ટર વગેરે મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈજઈ આગળની કાર્યવાહી કરાવેલ
લોકેશન:-અમરેલી ૧૮૧અભયમહેલ્પલાઇન
કાઉન્સિલર-હિના પરમાર
Success Story(વર્ષ 2022)
એક કિસ્સામાં અમરેલી માં પતિના અન્ય સ્ત્રીઓ સાથે ના સબંધો થી ત્રાસી ને મહિલા ૧૮૧ મો ફોન કરી મદદ માંગતા ટીમ એ પીડિતાના પતિ સાથે વાતચીત કરી કાયદાકિય માહિતી આપીને કાયદાનું ભાન કરાવી તેમજ પરિવાર અંગે તેઓની ફરજ તેમજ જવાબદારી નું ભાન કરાવી પીડિતાનાં પતિને તેઓની ભૂલ નો અહેસાસ કરાવી બંનેપક્ષ નું રાજીખુથી થી સમાધાન કરાવી એક પરિવાર નુ ઘર
સંસાર તુટતો બચાવ્યો હતો. અમરેલી માં ૪ દીવસ રખડતા ભટકતા ઘરે થી નીકળી ગયેલ માનિસક અસ્વસ્થ મહિલા ના પરિવાર ને શોધીને મહિલા ને સહી સલામત તેઓનાં ઘરે પહોંચાડી પરિવાર સાથે મિલન કરાવેલ
લોકેશન:-અમરેલી ૧૮૧અભયમહેલ્પલાઇન
કાઉન્સિલર-પ્રવીણારાઠોડ
.Success Story(વર્ષ 2022):
લોકેશન:-અમરેલી ૧૮૧અભયમહેલ્પલાઇન
કાઉન્સિલર-
પ્રવીણા રાઠોડ
બાબરા ગ્રામ્યના એક કિસ્સામાં પતિને અન્ય સ્ત્રી સાથેના સબંધની પત્નીને જાણ થતા પતિ-પત્ની વચ્ચે ઝગડો થતા છૂટાછેડા સુધી પહોંચી ગયેલ પતિ-પત્ની ને કુશળ કાઉન્સિલિંગ દ્વારા સમજાવટથી સમાધાનકારી નિરાકરણ લાવેલ
બાબરા તાલુકાના અન્ય એક કિસ્સામાં કિશોરીને ફોન પર મેસેજ દ્વારા પજવણી કરતા યુવકને કાયદાનું ભાન કરાવેલ અને તેના પરિવારજનોને બોલાવી તેઓને પણ કડક શબ્દોમાં ચેતવ્યા હતા
૧૮૧ હેલ્પલાઇનની વિશેષતા:
મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપી છે.
૧૦૮ની સેવા તેમજ ટેકનોલોજી નો ઉપયોગ કરી ૨૪ કલાક સેવાઓ આપતી હેલા લાઈન કાર્યરત કરેલ છે. પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું. મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી.
મહિલાઓ આ સેવા અંતર્ગત મુખ્યત્વે નીચે મુજબની સેવાઓ મેળવી શકે છે.
ફોને ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સેલિંગ વી. ની માહિતી કોઈ મહિલા ઉપર કોઈ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્ક્યુ ની સેવા જરૂરી માહિતીમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ જેવીકે મહિલા પોલીસ સ્ટેશન વન સ્ટોપ સેન્દ્ર, મફત કાનૂની
સહાય સેવાઓ, કાઉન્સેલિંગ સેન્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, મહિલા અને બાલ વિકાસ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા આયોગનારી સંરક્ષણ ગૃહ વી. મહત્વના માળખાઓની સંપર્ક માહિતી તેમજ કોન્ફ્રેસ દ્વારા સીધૂ જોડણ કરવામાં આવે છે. સાથેજ, સરકારશ્રી દ્વારા મહિલાઓના વિકાસ માટે શરુ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તે મેળવવા માટેના સ્થાનિક
સંપર્કની માહિતી આપવામાં આવે છે.
ક્યા ક્યા પ્રકારની હિંસા સામે મહિલાને મદદ મળી શકે?
મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો)
શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ લગ્ન જીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો
જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી
માહિતી (કાર્યક્રમો, યોજનાઓ, સેવાઓ) આર્થીક ઉપાર્જન વ્યવસાયને લગતા પ્રશ્નો
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


