Gujarat

આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર બ્રહ્માકુમાર શકિતરાજભાઈનું જલારામ ટ્રસ્ટ ડીસા દ્રારા કરવામાં આવેલ સન્માન …  

ગીરગઢડા
 ભરત ગંગદેવ
   મનની શકિતને કેન્દ્રિત કરી પોઝીટીવ વિચારસરણી અપનાવવામાં આવે તો અનેક રોગો તેમજ સમસ્યાઓમાંથી વહેલી તકે છૂટકારો મળે છે.આ વાતને બ્રહ્માકુમારી પરિવારના માધ્યમથી ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજાવનાર આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર બ્રહ્માકુમાર શકિતરાજભાઈ તાજેતરમાં ડીસાના મહેમાન બન્યા હતા.રાજમંદિર સિનેમા ખાતે પિયુષભાઈ આચાર્ય તેમજ સોશીયલ મીડિયા સંયોજક બ્રહ્માકુમાર શશીકાંતભાઈ ત્રિવેદીના સહયોગથી યોજાયેલ આ મોટીવેશનલ કાર્યક્રમનો ડીસાના અનેક નગરજનોએ લાભ લીધો હતો અને ખૂબ જ સરાહના કરી હતી.
    આ પવિત્ર દિવસે તેમના દ્રારા બનાવવામાં આવેલ મંગલ મીશન ફિલ્મનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતી.ડીસા કેન્દ્રનાં સંચાલિકા બ્રહ્માકુમારી સુરેખાબેને માર્ગદર્શન આપ્યું હતું.બ્રહ્માકુમાર શકિતરાજભાઈની જીવનલક્ષી પ્રેરણાદાયી સ્પીચ તેમજ ફિલ્મથી ઉપસ્થિત સૌકોઈ પ્રભાવિત થયા હતા.જય જલારામ ટ્રસ્ટ ડીસાના જલારામ સેવકો સર્વ કનુભાઈ આચાર્ય,ભગવાનભાઈ બંધુ,શશીકાંતભાઈ ડી.ઠકકર,પિયુષભાઈ આચાર્ય,યશવંત શાસ્ત્રીજી મહારાજ,મહેશભાઈ ઉડેચા,દીલીપભાઈ રતાણી,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,ગફુલભાઈ દેસાઈ,બળદેવભાઈ રાયકા,નરેશભાઈ ઉડેચા,શશીકાંતભાઈ  ત્રિવેદી,મહેશભાઈ મનવર,ચંદુભાઈ એટીડી,સુરેશભાઈ વકીલ,કાંતિભાઈ માળી,મનોજભાઈ ફોટોગ્રાફર સહિત સૌએ સાથે મળી શકિતરાજભાઈનું સન્માનપત્ર તેમજ ફૂલછડીથી સન્માન કરી તેમને અભિનંદનસહ અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી.

IMG-20230410-WA0152.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *