Gujarat

આંધ્ર પ્રદેશના ૨૭ વર્ષીય મહિલા તેના બહેનના ઘરે જતા ભૂલા પડતાં  વહિવટી તંત્રે પરિવાર સાથે મિલન કરાવ્યું

આંધ્ર પ્રદેશના ૨૭ વર્ષીય મહિલા તેના બહેનના ઘરે જતા ભૂલા પડતાં  જૂનાગઢ સીટી જિલ્લા કોર્ટમાં   આવી પહોંચતા વહિવટી તંત્રે પરિવાર સાથે મિલન કરાવ્યું  હતુ.

જૂનાગઢ જિલ્લા કોર્ટમાંથી ૧૮૧  અભયમ  હેલ્પલાઇન પર કોલ આવતા જાણવા મળ્યું હતું કે, આંધ્રપ્રદેશ રાજ્યનાં એક  મહીલા એકલા બેસી રહેલા છે. જેથી તેમની મદદ  માટે ૧૮૧ ની ટીમ ના ફરજ પરના કાઉન્સેલર  અરુણાબેન કોલડીયા તથા મહિલા પોલીસ  અસ્મિતાબેન ગોંડલીયા  અને પાઇલોટ રાહુલ ભાઈ  સહિતની ટીમ સ્થળ પર ગયા હતા. અને મહિલાને મળીને તેમનુ કાઉન્સેલિંગ કર્યું હતુ.

તેઓ તેલુગુ ભાષા બોલતા હોય જેથી સમજવામાં મુશ્કેલી થતી હોય, તેમનો સામાન તપાસતા ઓળખ કાર્ડ મળી આવ્યું હતુ. જેની મદદ થી તેમના ઘરનું સરનામું આંધ્ર પ્રદેશ રાજ્યના કુર્નુલ જિલ્લાના અદોની વિસ્તારના  હોઈ તેવું જાણવા મળ્યું હતુ. આ  મહિલા થોડા માનસિક અસ્વસ્થ જણાયેલ અને રાત્રિનો સમય થતો હોવાથી તેમને ‘સખી’ વન સ્ટોપ સેન્ટરમાં  આશ્રય આપવામાં આવ્યો હતો.

આ વાતની જાણ જિલ્લા મહિલા અને બાળ અધિકારીને કરતા તેમના માર્ગદર્શન હેઠળ ૧૮૧  તથા ‘સખી’ વન સ્ટોપ સેન્ટરની ટીમે મળી  કુર્નુલ  જિલ્લા પોલીસ સાથે  ટેલીફોનીક સંપર્ક કરેલ અને પરિવારની તપાસ કરવાનું જણાવેલ અને બાદમાં આંધ્ર પ્રદેશ ના કુર્નુલ જિલ્લા પોલીસ સાથે સંપર્કમાં  રહેતા પરિવારનો સંપર્ક  થઈ જતાં જણાયેલ કે મહીલાના બહેન જામનગર જિલ્લામાં રહેતા હોય જેથી આંધ્ર પ્રદેશથી જામનગર આવવા માટે ટ્રેનમાં નીકળેલ અને ભૂલ થી જામનગરને બદલે  જૂનાગઢ સીટીમાં આવી પહોંચયા હતા.  જિલ્લા અદાલતનાં કમ્પાઉન્ડમાં બપોરથી આવી  બેઠેલા હોઈ અને કોર્ટનાં અધિકારીઓની મહીલા પર નજર પડતાં પૂછપરછ કરતા ખ્યાલ અવ્યો કે મહિલા ભૂલથી જૂનાગઢ આવી ગયેલા છે. જેથી કોર્ટનાં કર્મચારીઓએ સતર્કતા દાખવી મહિલાની સુરક્ષાને ધ્યાને લઇ ૧૮૧ માં કોલ કરી જાણ કરેલ. ત્યારબાદ ૧૮૧ અને સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે મહિલાનાં પરિવાર સાથે સંપર્ક કરી જામનગરમાં રહેતા તેમના બહેન સાથે પુ:ન મિલન કરાવેલ.

આમ જૂનાગઢ જિલ્લા કોર્ટના અધિકારીઓ  કર્મચારીઓ તથા ૧૮૧ મહીલા હેલ્પ લાઈન અને ‘સખી’ વન સ્ટોપ સેન્ટર અને આંધ્ર પ્રદેશ પોલીસનાં સહયોગથી એક પરિવારથી વિખૂટી પડી ગયેલ મહિલાને પરિવારમાં પુનઃસ્થાપિત કરવામાં સફળતા મળેલ અને મહિલા સહી સલામત મળી આવતા પરિવારે  સમગ્ર વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરેલ.

parivar-sathe-milan.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *