Gujarat

આંબાની ખેતી કરતા જિલ્લાના ખેડૂતોએ વિદેશમાં કેરી નિકાસ કરવા તા.૨૮ ફેબ્રુઆરી સુધીમાં અપેડા ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવું —

આંબાની ખેતી કરતા જિલ્લાના ખેડૂતોએ વિદેશમાં કેરી નિકાસ કરવા તા.૨૮ ફેબ્રુઆરી સુધીમાં
અપેડા ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવું

અમરેલી તા.૧૦ ફેબ્રુઆરી, ૨૩ (શુક્રવાર) જિલ્લામાં આંબાની ખેતી કરતા ખેડૂતોને વિદેશમાં કેરીની નિકાસ કરવા માટે અપેડા ફાર્મ રજીસ્ટ્રેશનની શરુઆત કરવામાં આવી છે. ખેડૂતોએ પોતાના બગીચાનું અપેડા અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું જરુરી છે. રસ ધરાવતાં ખેડૂતોએ નિયત નમૂનામાં અરજી ફોર્મ મેળવી, ૭-૧૨, ૮-અ, આધારકાર્ડની નકલ, બગીચાનો નકશો તથા ફાર્મ ડાયરી વગેરે સહિતના જરુરી સાધનિક કાગળોની નકલો જોડીને તા.૨૮.૦૨.૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે. ફોર્મ મેળવવા અને જમા કરાવવા તથા આ અંગેની વધુ વિગતો કે માર્ગદર્શન માટે નાયબ બાગાયત નિયામકશ્રી, બાગાયત ભવન, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી, ૩૬૫૬૦૧નો સંપર્ક (૦૨૭૯૨) ૨૨૩૮૪૪ કરવા નાયબ બાગાયત નિયામકશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ધર્મેશ વાળા ૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *